________________
(૧૬) વીતરાગ તેત્ર (૧૮૮) (૧૭) લિંગાનુશાસન સટીક (૩૬૮૪) (૧૮) હેમ ધાતુપારાયણ વિવરણ (ધાતુપાઠ) (પ૬૦૦) (૧૯) છઘેનુશાસન છન્દ્રચૂડામણિ વૃત્તિ સાથે (૩૦૦૦) (૨૦) નિઘંટુમેષ (૩૬) (ર૧) અન્યગ વ્યવરછેદ દ્વાચિંશિકા (૩૨) (૨૨) અગ વ્યવરછેદ કાત્રિશિકા (૩૩) (૨૩) કાવ્યાનુશાસન અલંકાર ચૂડામણિ લઘુવૃત્તિ-વિવેક બહદવૃત્તિ (૬૦૦૦) (૨૪) મહાદેવ સ્તોત્ર (૪૪)
પૂજ્ય આચાર્ય દેવશ્રીની રચનાઓ ગણાય છે તેમ છતાં સંદિગ્ધ છે તેવી કૃતિઓ છે. હીરાલાલ કાપડીઆએ નીચે મુજબ જણાવી છે.
(1) અહંનામ સમુરચય (૨) અહંનીતિ (૩) ચંદ્રલેખા વિજ્યપ્રકરણ (૪) દ્વિજવદન ચપેટા (વેદાંકુશ) (૫) નાભેયનેમિ દ્વિસંધાન કાવ્ય (૬) ન્યાય બલોબલ સૂત્ર (૭) તેની બહદવૃત્તિ (૮) બાલભાષા વ્યાકરણ વૃત્તિ.
પૂજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના લખેલા ગ્રન્થોના ઉલ્લેખ મળે છે પણ તે ગ્રન્થો મળતા નથી તેની યાદી પણ છે. હીરાલાલ કાપડીઆએ નીચે મુજબ જણાવી છેઃ
(૧) અનેકાર્થ શેષ (૨) દ્વાન્નિશઃ કાત્રિશિકા (૩) નિઘંટુ (૪) પ્રમાણમીમાંસા બાકી ભાગ (૫) પ્રમાણ મીમાંસાની બાકી બૃહદ્રવૃત્તિ. (૬) અષ્ટમ અધ્યાય લઘુતિ (૭) સિદ્ધહેમ બન્યાસ બાકી ભાગ (૮) વાદાનુશાસન (૮) શેષ સંગ્રહ નામમાલા (૧૦) શેષસંગ્રહ નામમાલા સારોદ્વાર (૧૧) સપ્તસંધાન મહાકાવ્ય,
પ્રભાવક ચરિત્રમાં પણ ઘણી કૃતિઓ મળતી નથી તેમ જણાવેલ છે. પ્રબંધ ચિંતામણિમાં તેમણે ત્રણ કરોડ લેક રયાનું જણાવ્યું છે. ખંભાત, જેસલમેર, પાટણના તાલપત્રના ભંડારોમાંથી પ્રભાવક ચરિત્રમાં બતાવેલી કૃતિઓ સિવાયની નવીકૃતિઓ ઉપલબ્ધ થઈ નથી. શ્રી કુમારપાળ મહારાજાએ અલભ્ય તાલપત્ર મેળવીને તેઓની કૃતિઓ લખાવેલ છે તે તાલપત્રીય પ્રતે પણ ઉપલબ્ધ થતી નથી.
તેઓશ્રીએ આવું મહાન સાહિત્ય સર્જન કરીને કલિકાલસર્વજ્ઞ બિરુદને યથાર્થ બનાવ્યું છે. તેઓશ્રીને આ ભવ્ય સર્જન માટે કટિકિટિ નમસ્કાર હો. અનેકાર્થ સંગ્રહ :
તેમણે કંડારેલા આ સાહિત્ય સંગમમાં નીચે મુજબ છ શબ્દષેિ ઉપલબ્ધ છે.
(૧) અભિધાન ચિંતામણિ સટીક (૨) શેષ નામમાલા (૩) અનેકાર્થ સંગ્રહ () દેશી નામમાલા (૫) નિઘંટુ શેષ (૬) લિંગાનુશાસન.