SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્મુખ પહ ૫૩ ૧૬૨. ધાર્મિક માટે જાગવું શ્રેયસ્કર છે અને અધાર્મિક માટે સૂવું શ્રેયસ્કર છે, –- આવું ભગવાન મહાવીરે વત્સદેશના રાજા શતાનીકની બહેન જયંતીને કહ્યું હતું. ૧૬૩. સૂતેલી વ્યક્તિઓની વચ્ચે પણ આશુપ્રજ્ઞ પંડિત જાગૃત રહે છે. પ્રમાદમાં એ વિશ્વાસ નથી કરતો. મુહૂર્તો ઘણું ઘેર (નિર્દય) છે, શરીર દુર્બળ છે, માટે ભારેડ પંખીની માફક સાવધાનીથી વિચારવું જોઈએ. ૧૬૪. પ્રમાદને કર્મ (આસવ) અને અપ્રમાદને અકર્મ (સંવર) કહેવામાં આવે છે. પ્રમાદને કારણે મનુષ્ય બાલ (અજ્ઞાની) બની જાય છે, પ્રમાદ ન હોય તો મનુષ્ય પંડિત (જ્ઞાની) ૧૬૫. (કર્મ-પ્રવૃત્તિ દ્વારા કર્મ-ક્ષય થઈ શકે છે એમ અજ્ઞાની સાધક માને છે પરંતુ) કર્મ દ્વારા કર્મો ક્ષય એ કરી શકતા નથી. ધીર પુરુષ અકર્મ (સંવર અથવા નિવૃત્તિ) દ્વારા કર્મક્ષય કરે છે. લોભ અને મદથી પર બની અને સંતોષ કેળવી મેધાવી પુરુષ પાપ નથી કરતા. * ૧૬૬. પ્રમત્તને બધી બાજુએથી ભય હોય છે. અપ્રમત્તને કોઈ - ભય નથી હોતો. ૧૬૭. આળસુને સુખ નથી, નિદ્રાળુને વિદ્યાભ્યાસ ન હોય, મમત્વ " - રાખનારને વિરાગ્ય ન હોય, અને હિંસકને દયા નથી હોતી. ૧૬૮. મનુષ્યો ! સતત જાગ્રત રહો. જે જાગતો હોય છે તેની બુદ્ધિ વધતી રહે છે. જે સૂતો રહે છે તે ધન્ય-ભાગ્યશાળી નથી. ધન્ય-કૃતકૃત્ય એ છે જે હમેશાં જાગરણશીલ છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy