SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ યાવાદ ૨૨૧ (ગા), પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ ૬૮૫. જે જ્ઞાનવસ્તુ-સ્વભાવને–યથાર્થ સ્વરૂપને–સમ્યકરૂપે જાણે છે તેને પ્રમાણ કહે છે. એના બે પ્રકાર છે– પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. ૬૮૬. જીવને “અક્ષ” કહે છે. આ શબ્દ “અશુ વ્યાપ્તા” ધાતુમાંથી બનેલો છે. જે જ્ઞાનરૂપે તમામ પદાર્થોમાં વ્યાપ્ત છે એને “અક્ષ” અર્થાત્ જીવ કહે છે. “અક્ષ' શબ્દની વ્યુત્પત્તિ ભજનના અર્થમાં “અશ” ધાતુમાંથી પણ કરી શકાય છે. જે ત્રણ લોકની સમગ્ર સમૃદ્ધિ આદિને ભગવે છે તેને અક્ષ અર્થાત્ જીવ કહે છે. આ પ્રમાણે બન્ને વ્યુત્પત્તિઓ દ્વારા (અર્થવ્યાપન અથવા ભેજન ગુણથી ) જીવન અક્ષ અર્થ સિદ્ધ થાય છે. એ અક્ષમાં થનારું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. આના ત્રણ ભેદ છે –અવધિ, મને પર્યય, અને કેવળ. ૬૮૭. પગલિક હોવાને લીધે દ્રવ્યંદ્રિય અને મન “અક્ષ” અર્થાત્ જીવથી “પર” (ભિન્ન) છે. એટલા માટે એના દ્વારા થનારું જ્ઞાન પરોક્ષ કહેવાય છે. જેવી રીતે અનુમાનમાં ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે એવી જ રીતે પરોક્ષજ્ઞાન પણ “પરના નિમિત્તથી થાય છે. ૬૮૮. જીવનું મતિ અને શ્રતજ્ઞાન પરના નિમિત્તને લઈને થતું હોવાથી પરોક્ષ કહેવાય. અથવા અનુમાનની માફક પહેલેથી જ ઉપલબ્ધ અર્થના સ્મરણ દ્વારા થવાને લીધે એ પર નિમિત્તક* છે. અર્થાત્ “પર” ને કારણે છે. ૬૮૯૪ ધૂમ વગેરે લિંગને લીધે થનારું શ્રુતજ્ઞાન તે એકાંત રૂપે પરોક્ષ જ છે. અવધિ, મન:પર્યય અને કેવળ –આ ત્રણેય જ્ઞાન એકાંતરૂપે પ્રત્યક્ષ જ છે. પરંતુ ઈદ્રિય અને મનથી થનારું મતિજ્ઞાન લોકવ્યવહારમાં પ્રત્યક્ષ ગણાય છે. એટલા માટે તે સંવ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. ૩૯. નયસૂત્ર ૬૯૦. શ્રુતજ્ઞાનના આશ્રયથી યુક્ત વસ્તુના અંશને ગ્રહણ કરનાર રાનીના વિકલ્પને “નય” કહે છે. એ જ્ઞાનથી જે યુક્ત છે એ જ જ્ઞાની છે. * પરનિમિત્તિક અટલે મન અને ઇન્દ્રિયની મદદથી થતું જ્ઞાન.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy