________________
મેક્ષમાગ
૧૭૭ ૫૫૮. જે લોકોનાં પરિણામ દરેક સમયે (નિરંતર) એક જ વર્તે
છે તે અનિવૃત્તિકરણ ગુણસ્થાનવાળા હોય છે. (એમના ભાવ આઠમાં ગુણસ્થાનવાળાની માફક વિસદશ નથી હોતા.) આ જી નિર્મલતર ધ્યાનરૂપી અગ્નિશિખાઓ વડે કર્મના
વનને ભસ્મ કરી નાખે છે. ૫૫૯. કસુંબાના જલદી ઊડી જાય એવા રંગની માફક જેમના અંતર
માં કેવળ સૂક્ષ્મ રાગ બાકી રહી ગયા હોય તે મુનિઓને
સૂક્ષ્મ-સરાગ અર્થાત્ સૂક્ષમ-કષાય વાળા જાણવા જોઈએ. પ૬૦. જેવી રીતે નિર્મળફળથી યુક્ત જળ અથવા શરદકાલીન
સરોવરનું જળ (માટી નીચે બેસી જાય ત્યારે) નિર્મળ હોય છે, તેવી રીતે જેઓનો સંપૂર્ણ મેહ ઉપશાંત થઈ ગયો છે તે નિર્મળ પરિણમી ઉપશાંત-કષાય કહેવાય છે* છતાં પણ જેવી રીતે પાણી હલી જાય એટલે નીચે બેઠેલી માટી ઉપર આવી જાય છે તેવી રીતે મેહના ઉદયથી આ ઉપશાંત-કષાય
શ્રમણ સ્થાનત્રુત બની સૂક્ષ્મ-સરાગ દશામાં પહોંચી જાય છે. પ૬૧. સંપૂર્ણ માહ પૂરેપૂરો નષ્ટ થઈ જાય એટલે જેમનું ચિત્ત
સ્ફટિક મણિના પાત્રમાં રાખેલા સ્વચ્છ પાણીની માફક નિર્મળ : થઈ જાય છે એમને વીતરાગદેવે ક્ષીણ-કષાય નિર્ગસ્થ કહ્યા છે. પદર-પ૬૩. કેવળજ્ઞાનરૂપી સૂર્યના કિરણ સમૂહ વડે જેમનું અજ્ઞાનરૂપી
અંધકાર નષ્ટ થઈ ગયું છે તથા નવ કેવળલબ્ધિઓ . . ( સમ્યકત્વ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંત
વીર્ય, દાન, લાભ, ભેગ અને ઉપભેગ) પ્રકટ થવાથી જેમને પરમાત્માની સંજ્ઞા પ્રાપ્ત થઈ છે તે ઈદ્રિયાદિની સહાયતાની અપેક્ષા ન રાખનારા, જ્ઞાન-દર્શનથી યુક્ત હોવાને - લીધે કેવળી અને કાયયેગથી યુક્ત હોવાને લીધે સયોગી કેવળી ( તથા ઘાતી કર્મોના વિજેતા હોવાને લીધે ) જિન કહેવાય
છે. આવું અનાદિ અનંત જિનાગમમાં કહેવામાં આવ્યું છે. પ૬૪. જે શીલના સ્વામી છે, જેમના બધા નવીન કર્મોના આસવ
અવરુદ્ધ થઈ ગયા છે તથા જે પૂર્વસંચિત કર્મોમાંથી (બંધથી)
સર્વથા મુક્ત થઈ ગયા છે એ અગી-કેવળી કહેવાય છે. * ઉપશાંત કષાય અને ક્ષણ કષાયમાં એટલો જ ફરક છે કે ઉપશાંત કષાયવાળાનો મેહ દબાયેલું રહે છે જયારે ક્ષીણ ક્ષાચનો મેહ નાશ પામે છે.