SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૩૭ ૪૨૫. તૃણ અને સેનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવો એને સામાયિક કહે છે. એટલે કે રાગદ્વેષરૂપ અભિધ્વંગ રહિત (ધ્યાન અથવા અધ્યયનરૂ૫) ગ્ય પ્રવૃત્તિપ્રધાન ચિત્તને સામાયિક કહે છે. ૪૨૬. જે વચન-ઉચ્ચારણની ક્રિયાનો ત્યાગ કરી વીતરાગ ભાવપૂર્વક - આત્માનું ધ્યાન કરે છે એને પરમસમાધિ અથવા સામાયિક પ્રાપ્ત થાય છે. ૪૨૭. જે સર્વ સાવદ્ય (આરંભ)થી વિરત, ત્રિગુપ્તિયુક્ત છે – હોય છે – બને છે તથા ઇદ્રિો ઉપર વિજય મેળવ્યો છે જેણે તેની સામયિક સ્થિર કે ટિની હોય છે એમ કેવલિ ભગવાને ભાખ્યું છે. ૪૨૮. જે સર્વ ભૂતો (સ્થાવર અને ત્રસ જીવો) તરફ સમભાવી છે એની સામાયિક સ્થિર પ્રકારની હોય છે – આવું કેવલિશાસનમાં કહેવામાં આવ્યું છે. ૪૨૯. ઋષભાદિ ચોવીસ તીર્થકરોનાં નામોની નિયુક્તિ તથા એના ગુણોને ગાવા, ગંધ-પુષ્પ-અક્ષતાદિથી પૂજા – અર્ચા કરી મનવચન અને કાયાની શુદ્ધિપૂર્વક પ્રણામ કરવા એને “ચતુર્વિશતિસ્તવ” નામનું બીજું આવશ્યક કહે છે. ૩૦. નિંદા તથા ગોંયુકત સાધુનાં મન વચન કાયા દ્વારા, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના વ્રતાચરણ વિષયક દોષો અગર અપરાધેની આચાર્ય સામે આલોચનાપૂર્વક શુદ્ધ કરવી એને પ્રતિકમણ કહે છે. ૪૩૧. આલોચના, નિંદા તથા ગહ દ્વારા પ્રતિક્રમણ કરવામાં તથા ફરી વખત દેષ ન કરવામાં પ્રયત્નશીલ સાધુના પ્રતિકમણને ભાવપ્રતિકમણ કહે છે. બાકી બીજું બધું (પ્રતિકમણાદિ પાઠ) દ્રવ્ય-પ્રતિકમણ કહેવાય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy