SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૩૩૯, જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા તપમાં લીન અને આવા * પ્રકારના ગુણ ધરાવનાર સાધુને જે સાધુ કહેવા જોઈએ. ૩૪૦. માથું મુંડાવવા માત્રથી કેાઈ શ્રમણ બની શકતો નથી. ૩ નો જપ કરવાથી કોઈ બ્રાહ્મણ બની શકતો નથી. અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ બની જતો નથી તેમજ દર્ભના વસ્ત્ર પહેરવાથી તપસ્વી થઈ જતો નથી. ૩૪૧. પરંતુ એ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી બની શકે છે. ૩૪ર. (કોઈ પણ વ્યક્તિ) ગુણોથી સાધુ અને અગુણોથી અસાધુ બને છે. માટે, સાધુના ગુણોને ધારણ કરો અને અસાધુતાને ત્યાગ કરે. આત્માને આત્મા દ્વારા જાણીને જે સમભાવમાં રહે છે તે જ પૂજ્ય છે. - ૩૪૩: દેહાદિમાં અનુરક્ત, વિષયોમાં આસક્ત, કષાયયુક્ત અને આત્મ સ્વભાવમાં સુપ્ત સાધુ સમ્યકત્વથી શૂન્ય હોય છે. ૩૪૪. ગોચરી અર્થાત્ ભિક્ષા માટે નીકળેલ સાધુ કાનથી ઘણી સારી નઠારી વસ્તુઓ સાંભળે છે તથા આંખથી ઘણું સારી નઠારી વસ્તુઓ દેખે છે પરંતુ બધું જ જોઈ, સાંભળીને પણ એ કોઈને કાંઈ કહેતો નથી બલ્ક ઉદાસીન રહે છે. ૩૪પ. સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન સાધુઓ રાતે ઝાઝું સૂતા નથી. સૂત્ર અને અર્થનું ચિંતન કરતા રહેતા હોવાથી એ નિદ્રાને વશ થતા નથી.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy