SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૨૮૧. આત્યંતર શુદ્ધિ હોય તો બાહ્ય શુદ્ધિ નિયમપૂર્વક હોય જ છે. - આત્યંતર-દોષ હોય તો જ મનુષ્ય બાહ્યદોષ કરે છે. ૨૮૨. મદ, માન, માયા અને લેભથી રહિત ભાવ હોય ત્યારે એને ભાવશુદ્ધિ કહેવાય છે. આ ઉપદેશ લોકાલેકના જ્ઞાતા ' દષ્ટા સર્વજ્ઞ દેવે ભવ્ય જીવોને આપ્યો છે. ૨૮૩ પાપ-આરંભ-(પ્રવૃત્તિ)ને ત્યાગ કરી શુભ અર્થાત્ વ્યવહાર ચારિત્ર પાળવા છતાં જીવ જે મહાદિ ભાવથી મુકત થતો નથી તો એ શુદ્ધ આત્મત્વને પ્રાપ્ત કરી શકતો નથી. ૨૮૪. (એટલા માટે કહેવામાં આવ્યું છે કે, જેવી રીતે શુભ ચારિત્ર દ્વારા અશુભ (પ્રવૃત્તિ) નો નિરોધ કરવામાં આવે છે તેવી રીતે શુદ્ધ (ઉપચોગ) દ્વારા શુભ (પ્રવૃત્તિ) ને નિરોધ કરવામાં આવે છે. એટલા માટે આ જ ક્રમથી-વ્યવહાર અને નિશ્ચયના પૂર્વાપર ક્રેમથી–ગી આત્માનું ધ્યાન કરે. ૨૮૫. નિશ્ચયનયાનુસાર ચારિત્ર (ભાવશુદ્ધિ) નો ઘાત થાય એટલે જ્ઞાન-દર્શનને પણ ઘાત થઈ જાય છે, પરંતુ વ્યવહાર નયાનુસાર ચારીત્રને ઘાત થયો હોય તે જ્ઞાન-દર્શનનો ઘાત થાય છે અને નથી પણ થતો. (વસ્તુતઃ જ્ઞાન-દર્શનની વ્યાપ્તિ ભાવશુદ્ધિની સાથે છે, નહિ કે બાહ્ય કિયાની સાથે). ૨૮૬૨૮૭. શ્રદ્ધાનું નગર, તપ અને સંવરને આગળો, ક્ષમાના બુરજે બનાવી તથા ત્રિગુપ્તિ (મન, વચન, કાયા) થી સુરક્ષિત તથા અજેય સુદઢ પ્રાકાર (કિલ્લો) રચી તારૂપી બાણેથી યુક્ત ધનુષ વડે કર્મના બખ્તરને ભેદી (આંતરિક) સંગ્રામના વિજેતા મુનિ સંસારથી મુકત બને છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy