________________
નિવેદન चैत्यवन्दनतः सम्यग शुभो भावः प्रजायते । तस्मात्कर्मक्षयः सर्व ततः कल्याणमश्नुते ॥
. (લલિતવિસ્તર) ચૈિત્યવંદનથી સમ્યમ્ શુભ ભાવ ઉત્પન્ન થાય છે તેથી કર્મક્ષય, થાય છે, તેથી સર્વ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
અનાદિ અનંતકાળથી જીવ સંસારમાં ભટકે છે. અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે તેનું મુખ્ય કારણ છે જીવ અને કર્મનો સંયોગ, કર્મના વિયેગથી જ જીવનો મોક્ષ થાય છે માટે બુદ્ધિશાળી હિતકામી આત્માઓએ કર્મને કા૫ જે રીતે થાય તે રીતે . પ્રવર્તન કરવું જોઈએ.
કર્મના સંયોગનું કારણ જીવને અશુભભાવ છે. કર્મના વિયેગનું સાધન જીવને શુભ ભાવ છે માટે અશુભભાવથી નિવર્તન અને શુભભાવમાં પ્રવર્તન કરવું એજ મેક્ષ ભિલાષી આત્માઓનું કર્તવ્ય છે.
પંચસૂત્રમાં પણ કહેલ છે. “gશરૂછ યુછિત્ત શુદ્ધધામ” આ સંસારને ઉછેદ (નાશ) શુદ્ધ ધર્મથી થાય છે.
પણ શુભ ભાવ કેવી રીતે પ્રાપ્ત કરવા ? અનાદિ કાળથી વિષય કષાયની પ્રવૃત્તિથી રાગ-દ્વેષથી ખરડાયેલો આત્મા શુભ ભાવ પ્રાપ્ત કેવી રીતે કરે? એને ઉપાય ક્યો? દેવાધિદેવે સંસારી જીવોના અશુભ ભાવનો નાશ થાય અને શુભ ભાવની ઉત્પત્તિ થાય તેટલા માટે જિનશાસનમાં અસંખ્ય ગે બતાવ્યા છે, પરંતુ તેમાંથી સૌથી મહત્વને વેગ હોય તો તે જિનવંદના અર્થાતું ચિત્યવંદના છે. કેમ કે ચૈત્યવંદના એ ધર્મનું મૂળ છે. લલિતવિસ્તરામાં જણાવેલ છે. ધર્મ પ્રતિ મૂત્રમૂના વંના |
અરિહંતે વિશ્વના સર્વ જીવોના ઉપકારી છે, છેલ્લે થી ત્રીજા ભવમાં જગતના પ્રાણી માત્રને સંસારના સર્વ દુઃખમાંથી ઉગારી મોક્ષમાં લઈ જવા માટેની ભાવના અરિહંત પરમાત્માના કરે છે, અને માત્ર ભાવના કરીને બેસી ન રહેતાં તદનુરૂપ પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિ કરતા કરતા એ તીર્થકર નામકર્મને ઉપાર્જન