SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ હીરસૌભાગ્યમની હે પજ્ઞ વૃત્તિ એક વિશાળી સંદર્ભ ગ્રંથ -પં. શ્રી પ્રદ્યુમ્નવિજ્યજી ગણી. સંસ્કૃત કાવ્ય સાહિત્યમાં “હિર સૌભાગ્યમ્'નું. નામ. અને સ્થાન આગલી હરોળમાં છે. તેના સત્તર સર્ગોમાં આવેલા ત્રણ હજાર સાતસોને અડસઠ શ્લોકોમાં પથરાયેલી કાવ્ય પ્રતિભા રસન્ન વિદ્વાનને પ્રથમ નજરે જ આકર્ષી લે તેવી છે. વાંચતા જાવ, તેના પૃષ્ઠોને વધતી સરસરી યાત્રા કરતા જાવ અને રસ-છોળથી તમે પૂરેપૂરા ભીંજાઈ જાવ, બહુશ્રુત કૃતિકાર - કાવ્ય દ્વારા રસ-સમંદર ભણું ખેંચી જતા પૂજ્ય કવિ શ્રી દેવવિમલ ગણું પણ વૃત્તિ દ્વારા જ્ઞાનના વિસ્તૃત. અવકાશની યાત્રાએ સહદય વાચકને લઈ જાય છે. તે સત્તાણુ પીસ્તાલીસ શ્લોક પ્રમાણ કાયાવાળી આ પણ વૃત્તિ એક વિશાળ સન્દર્ભ ગ્રન્થની ગરજ સારે છે. ટીકામાં ઠામ ઠામ અનેક કેના ઉદાહરણ આપીને અને પિતાના રચના પ્રયોગની પુષ્ટિ માટે અનેક માન્ય કાવ્યની પંક્તિઓની પંક્તિઓ ટાંકીને વૃત્તિકારે પોતાનું બહુશ્રુતપણું અને રચના પ્રત્યેની વફાદારીપૂર્ણ ચીવટ બતાવી છે. (વૃત્તિમાં આવતા આવા ઉદ્ધરણે વિષે મહેનત કરવામાં આવે તે કર્તાના બહુશ્રતપણાને ઉદ્ધરણ ગ્રન્થનો મોટો આંક સ્પષ્ટ રૂપમાં બહાર લાવી શકે)
SR No.002262
Book TitleHeer Saubhagya Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorDevvimal Gani, Shivdatta Pandit, Kashinath Sharma
PublisherKalandri Jain S M Sangh
Publication Year1985
Total Pages980
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy