________________
૩૭
રહેવા ચાલ્યા ગયા ત્યારે મિથિલા રિસર્ચ ઈન્સ્ટીટયૂટ-દરભંગાએ તેમને માનદ પ્રોફેસર તરીકે નીમીને તેમનું ગૌરવ કર્યુ” હતું અને તેમણે રચેલા ત્રિતલાવચ્છેદકતાવાદ વગેરે તથા તેમણે સ`પાદન કરેલા લક્ષણાવલી વગેરે અનેક ગ્રંથાનું પ્રકાશન પણ કરેલું. ભારત સરકારે પણ તેમને ‘વિદ્યાવાચસ્પતિ' ની ઉપાધિ સમપીને તેમનું ગૌરવ કર્યું હાવાનું જાણવા મળે છે. તેએએ રચેલ ‘અન્યાક્તિસૂક્તાવલી’ નામના નાનકડો કાવ્યગ્રંથ જૈન ગ્રંથપ્રકાશક સભા દ્વારા પ્રસિદ્ધ થયા હતા અને તેમાં તેમણે શાસનસમ્રાટ આચાર્ય મહારાજ પ્રત્યે પોતાનુ બહુમાન છ પદ્યો દ્વારા કર્યું છે અને પેાતાના ગુરુ ૫. બચ્ચા ઝા નું સ્મરણાષ્ટક લખવા ઉપરાંત પેાતાના અન્ય બે ગુરુવર્યાં ૫. કેશવ ઝા (પેાતાના મામા) તેમજ પં. જયલાલ મિશ્રનુ` પણ વિનમ્રભાવે સ્મરણ કર્યુ છે.
૨. જૈન તર્કસ ંગ્રહ ઉપર ટિપ્પણી સ. ૨૦૩૩ માં લખી. તે પછી તે પંડિત શ્રી દલસુખભાઇ માલવિયાને સ ંશાધન માટે આપી હતી. તેએએ ખૂબ આત્મીયતા અને આદરપૂર્વક તે વાંચી જઈ ને તેમાં સંશેાધન કરી આપ્યું છે અને એ રીતે મને પ્રાત્સાહન પણ આપ્યું છે. ૩. આ ગ્રંથમાં રહી જવા પામેલી અશુદ્ધિએ માટે એ આખત જવાબદાર છે: એક તા પ્રેસ અને બીજો હુ: ટાઈપા તૂટી ગયા અને ઉપસ્યા નથી તે માટે પ્રેસ જવાબદાર છે અને પ*ક્તિએ કે અક્ષરો રહી જવા પામ્યાં તે અંગે મારી ઘેાડીક બેદરકારી જ કારણભૂત છે, એ મારે સ્વીકારવું જોઇએ. અભ્યાસીઓને વિનમ્ર નિવેદન કે આ ગ્રંથના છેવાડે અપાયેલ શુદ્ધિપત્રક પ્રમાણે સંશાધન કર્યા વિના આ ગ્રંથનું વાંચન ન કરે.
૪, મારા તથા મારા પૂજ્ય ગુરુમહારાજ આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યાંયસૂરીશ્વરજી મહારાજના મનમાં એક લાગણી પ્રવ`તી હતી કે આપણા પરમ ઉપકારી પૂજ્યપુરુષ આચાર્ય શ્રી વિજયનન્દન સૂરીશ્વરજી મહારાજના ગ્રંથો સુઘડ ને વ્યવસ્થિત સ્વરૂપે પ્રકાશિત કરાવવા જોઇએ. એ લાગણીના ફળસ્વરૂપે જ આ પ્રથમ ગ્રંથ