________________
તૈયાર થઈ શક્યો છે અને તે પણ તે પૂજ્યપુરુષની કૃપાનું જ પરિ ણામ છે એમ લાગે છે.
પ. આ ગ્રંથનું મુદ્રણકાર્ય કરવાને નિર્ણય સં. ૨૦૩૭ ના પૂનાના ચાતુર્માસ દરમિયાન કર્યો અને ત્યારે પૂનાના શ્રી ગેડી પાર્શ્વનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટ અર્થાત્ શ્રી સંઘના આગેવાનોને આ વાત જણાવતાં તેઓએ આ ગ્રંથના પ્રકાશન અંગેની તમામ દ્રવ્યસહાયને લાભ પિતાને મળે તેવી માગણી કરી અને તે પ્રમાણે તેમની દ્રવ્ય સહાયથી જ આ ગ્રંથ તૈયાર થયું છે. ગ્રંથનાં મુદ્રણ અંગેની સઘળી વ્યવસ્થા અને જવાબદારી, પ. પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરી શ્વરજી મહારાજના પરમ શ્રાવક શા. વાડીલાલ બાપુલાલ કાપડિયાના પૌત્ર શ્રી સુરેન્દ્ર મનુભાઈ કાપડિયા (જેન એડકેટ પ્રિ. પ્રેસ, અમદાવાદ) એ ખૂબ ભક્તિ અને ચીવટપૂર્વક સંભાળી છે. '
૬. શુદ્ધિપત્રક તથા પરિશિષ્ટ વગેરે તૈયાર કચ્છમાં મુનિરાજ શ્રી નદીઘોષવિજયજીએ સારી જહેમત ઉઠાવી છે, તે તેધનીય છે.
અંતમાં, અભ્યાસીઓને આ ગ્રંથ ઉપગી બનશે તે પ્રયત્ન સાર્થક ગણશે.
– લચદ્રવિજય