________________
નિવેદન
૧. જૈન તર્કસંગ્રડ અને જૈન મુક્તાવલી એ બને છે પૂરા થયા પછી, પાછળ કેટલાક ઉપયોગી પરિશિષ્ટો મૂકવામાં આવ્યાં છે તેમાં ત્રીજા પરિશિષ્ટમાં વિદ્યાવાચસ્પતિ પંડિત શ્રી શશિનાથ ઝાએ લખેલે “નિક્ષેપવિચાર મૂક્યો છે. આ વિચાર નવ્યન્યાયની ગહન પરિભાષામાં લખાય છે અને ખૂબ ઓછા શબ્દોમાં એ વિચારને ભારે કુશળતાપૂર્વક આલેખવામાં આવ્યું છે એટલે એ કડિન તે છે જ, છતાં આ વિચાર જૈન ન્યાયના અભ્યાસીઓને અને તજજ્ઞોને ખૂબ ઉપયોગી નીવડે તેવો લાગવાથી અહીં તેને સમાવેશ કર્યો છે.
પં. શશિનાથ ઝા ખૂબ નાની વયે, પં. બચ્ચા ઝા જેવા મહા વિદ્વાન તર્કશાસ્ત્રી ગુરુ પાસે તૈયાર થયેલા વિશિષ્ટ કોટિના દાર્શનિક હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન જૈન સાધુઓના અધ્યાપનમાં સમ પ્યું હતું. પિતાની અધ્યાપક તરીકેની જિંદગીના પ્રારંભનાં કેટલાક વર્ષે તેમણે સ્થાનકવાસી સંપ્રદાયમાં વ્યતીત કર્યા પછી તેઓ શાસન સમ્રાટ પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે આવેલા અને ત્યારથી માંડીને લગભગ પીસ્તાળીસ વર્ષ જેટલા દીર્ધકાળ પર્યત તેઓ તેમની સાથે જ રહ્યા અને સાધુઓને અધ્યાપન કરાવતા રહ્યા. ગૃહસ્થ અને જૈનેતર હોય તે પણ જે તે વિદ્વાન હોય, વિદ્યાવાન હોય, તે તેને સમુચિત આદર થ જ જોઈએ અને તેનું બહુમાન જળવાવું જ જોઈએ, એવી શાસનસમ્રાટ આચાર્ય મહારાજની નીતિ હતી અને તેને પરિણામે જ આવા વિશિષ્ટ વિદ્વાન પણ પિતાની સમગ્ર કારકિર્દી તેમને ચરણે સમર્પીને રહ્યા હતા.
પં. શશિનાથ ઝા મૂળ બિહાર પ્રાન્તને રાંટી ગામના હતા. પિતાની વૃદ્ધાવસ્થામાં અધ્યાપનકાર્યથી નિવૃત્ત થઈને તેઓ વિદેશ