________________
૩૫
પર્યાય બે પ્રકારે છે : સહભાવી અને કમભાવી તેથી જ ગુણ - અને પર્યાય એ બન્ને મૂલતઃ પર્યાયાત્મક હોવા છતાં ગુણ સહભાવી
હોવાને લીધે “ગુણ” તરીકે અને પર્યાય કમભાવી હોવાને લીધે પર્યાય તરીકે ઓળખાય છે, એમ ૧૪૧ મી કારિકામાં કહેવામાં આવ્યું છે. ૧૪૨-૪૩-૪૪ માં સહભાવી પર્યાયાત્મક ગુણોની સંખ્યા ૨૨ ની હોવાનું જણાવવા સાથે તેનાં નામે નેધ્યા છે, અને પછીની દેઢ કારિકામાં એ ગુણોને સામાન્ય-વિશેષ—વિભાગ કર્યો છે. ૧૪૬-૪૭ મી કરિકામાં પર્યાયના દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય એમ બે ભેદ ઉદાહરણ સહિત બતાવ્યા છે. તેની ટીકામાં પર્યાય એટલે ગુણને વિકાર એવી પર્યાયની વ્યાખ્યા કરી તેના બાર ભેટ પણ પાડ્યા છે, તેમ જ પ્રકાર તરે અર્થપર્યાય અને વ્યંજનપર્યાય એવા પણ પર્યાયના ભેદ હોવાનું જણાવી તે બે ભેદનું તેના પેટભેદો તથા ઉદાહરણો વગેરે સાથે વિસ્તૃત સ્વરૂપ બતાવ્યું છે.
આમ, દ્રવ્ય અને પર્યાય—એ બને સત્ પદાર્થોનું નિરૂપણ પૂર્ણ થાય છે અને એ સાથે જ આ ગ્રંથ પણ પૂરો થાય છે. ૧૪૮ થી ૧૫૬ કારિકાઓમાં સમાપ્તિમંગલ તથા પ્રશસ્તિ છે. આઠ કોમાં ટીકાની પ્રશસ્તિ છે. પ્રાન્ત પુપિકા છે. - આ જૈનમુક્તાવલી ગ્રંથની વિશેષતા એ છે કે એક બાજ, આ ગ્રંથ ભણનારને ન્યાયસિદ્ધાંત મુક્તાવલી જેવા પાઠવગ્રંથનો બોધ અહીંથી જ મળી શકે છે, તે બીજી બાજુ, આ ગ્રંથ ભણવાથી પ્રમાણ. નય તેમ જ નિક્ષેપ વગેરે પદાર્થોની અને તે બધાની પરિ. ભાષાની સાદી અને સરળ – પાયાની સમજૂતી પ્રાપ્ત થતાં, જેન તર્કભાષા અને તેથી ઉપરના જૈન ન્યાયગ્રંથમાં પ્રવેશ કરવાનું ખૂબ સહેલું થઈ પડે છે. તે