________________
એ પછીની દોઢ કારિકામાં પાડી, તેની ટીકામાં તે વિશે સ્પષ્ટ સમજણ આપી છે. ૯૪ મી કારિકાના ઉત્તરાર્ધમાં આ સાત નયને અર્થનય અને શબ્દનય એવા અને વ્યવહારનય તથા નિશ્ચયનય એવા બે વિભાગેમાં વહેંચી બતાવ્યા છે. પછીની અધ કારિકામાં નયાભાસનું સ્વરૂપ દર્શાવીને નયનું નિરૂપણ પૂરું કર્યું છે. ૯૫ મી કારિકાના ઉત્તરાર્ધથી નિક્ષેપનું નિરૂપણ પ્રારંભાય છે. ટીકામાં નિક્ષેપનું લક્ષણ બાંધીને તેની સાર્થકતા સિદ્ધ કરી આપી છે. ૯૬ મી કારિકામાં નિક્ષેપના ચાર પ્રકારે અને ટીકામાં એકેક પ્રકારનાં લક્ષણે તથા ઉદાહરણ વગેરે તેમ જ નામ આદિ નિક્ષેપની પિતીકી વિશેષતાઓ, અને ભાવનિક્ષેપ હોય ત્યાં નામાદિ નિક્ષેપ હેવાના જ, એટલે નામાદિ નિક્ષેપને નિરર્થક ન કહી શકાય. એ વગેરે બાબતેની ચર્ચા કરી છે.
એ પછી, કયા નયને કયે નિક્ષેપ અભિપ્રેત છે તેની એટલે કે નય અને નિક્ષેપ એ બન્નેની યોજના કરી બતાવી છે (૯૬, ૭, ૯૮), અને આ ચાર નિક્ષેપ વડે સર્વ પદાર્થોનું નિરૂપણ આગમાનુસારે થઈ
શકે છે, એમ પ્રતિપાદન કર્યું છે. ટીકામાં આ મુદ્દા પર કરવામાં ન આવેલી ચર્ચા સમજવા જેવી છે. અહીં પક્ષ-પ્રમાણને બીજે પરિ. ચછેદ સમાપ્ત થાય છે.
પ્રમાણ વગેરેની રજૂઆત, જીવના “ઉપયોગ સ્વરૂપ લક્ષણના સંદર્ભમાં કરવાનું બન્યું હેઈ, હવે એ જવના પ્રકારો નિરૂપવાને અવસર પ્રાપ્ત થાય છે અને તેથી ૯૯ મી કારિકામાં જીવન મુક્ત અને અમુક્ત એમ બે વિભાગ પાડી, જે મુક્તિ પામે તે મુક્ત એવી વ્યુત્પત્તિ અને તે દ્વારા ઉપસ્થિત થતી “મુક્તિની વ્યાખ્યા બાંધે છે. એ પછીની અઢી કારિકામાં મુક્ત કે સિદ્ધ જીનું સ્વરૂપ દર્શાવ્યું છે, અને તેમાં આવતાં “કર્મ શબ્દને પકડી લઈને કર્મની વ્યાખ્યા (ટકામાં), કર્મના જ્ઞાનાવરણીયાદિ ૮ ભેદો (૧-૩), કામણવર્ગણામય હોવાને લીધે કર્મનું પૌગલિક અને અષ્ટવિધ વર્ગણાઓ (૧૦૪), કર્મને પ્રકૃતિબંધ વગેરે ચતુવિધ બંધપ્રકાર તથા કર્મબંધનાં મિથ્યાત્વાદિ