________________
૩ર
૬૭ માં “અનુમાન'નું અને ૬૮ થી માંડીને ૭૫ મી કારિકાના પૂર્વાર્ધ સુધીમાં શબ્દ પ્રમાણુનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં અનુમાન અને આગમ એ બેનું નિરૂપણ વિસ્તારથી થયું છે, અને આગમન નિરૂપણમાં સપ્તભંગીનું સ્વરૂપ પણ સમજાવવામાં આવ્યું છે.
અહીં, પ્રમાણના સ્વરૂપ અને સંખ્યાની પ્રરૂપણા પૂરી થાય છે. હવે તેના વિષયનું નિરૂપણ કરવાને અવસર હોઈ ૫ મી કારિકાના ઉત્તરાર્ધથી લઈને ૭૭ મી કારિકા સુધી તેનું નિરૂપણ છે. એમાં સામાન્ય અને વિશેષ એ ઉભયાત્મક એટલે કે અનેકાન્તાત્મક વસ્તુ તે પ્રમાણને પરિચ્છેદ્ય વિષય છે એમ દર્શાવીને, સામાન્યને બે પ્રકારે અને તેની તેનાં સ્વરૂપ તથા વિશેષતા “ગુણ અને પર્યાય” એવા બે પ્રકારો અને વ્યાખ્યા–આટલું બતાવ્યું છે. એ પછીની અઢી કારિકાઓમાં પ્રમાણુનું દ્વિવિધ ફળ બતાવ્યું છે. એમાં કેવળજ્ઞાન સિવાયનાં તમામ પ્રમાણેનું. સાક્ષાત ફળ–અજ્ઞાનની નિવૃત્તિ અને પરંપરિત ફળ હેય, ઉપાદેય અને ઉપેક્ષ્યને વિવેક હેવાનું, તથા કેવળજ્ઞાનનું તે ઔદાસીન્ય તે જ ફળ છે એમ નિરૂપ્યું છે. આ પછીની દઢ કારિકામાં પ્રમાણ અને ફળને તથા પ્રમાતા અને ફળને ભેદભેદ સંબંધ હોવાનું જણાવ્યું છે. ૮૨મી કારિકામાં, પ્રમાણ અને ફળના બધા જ વ્યવહારને અપારમાર્થિક માનનારા મતનું, સંક્ષેપમાં, નિરાકરણ છે. આ રીતે, પ્રમાણના સ્વરૂપે, સંખ્યા, વિષય અને ફળનું નિરૂપણ કર્યા પછી, ૮૩ મી કારિકામાં પ્રમાણુભાસનું સ્વરૂપ દર્શાવાયું છે. એ પછી ૮૪થી ૧માં પક્ષાભાસ, હેત્વાભાસ અને દષ્ટાન્તાભાસનું વર્ણન છે. ૯૬ મી કારિકાની ટીકામાં પ્રામાણ્યના સ્વતસ્વ–પરતત્વની પણ ટૂંકી ચર્ચા કરી છે, અને એ પછી પ્રમાણનિરૂપણ સંપૂર્ણ થાય છે.
પ્રમાણના જ એક ભાગ સ્વરૂપ અને તેથી જ પ્રમાણે થકી ભિન્ન પડી જતાં નયના સ્વરૂપનું પ્રરૂપણ ૯૨ મી કારિકામાં પ્રારંભાય છે. તેમાં નયના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે મુખ્ય ભેદ પાડ્યા છે. એ બન્નેના અનુક્રમે નિગમ વગેરે ત્રણ અને જુસૂત્ર વગેરે ચાર પ્રકારે,