________________
૩૦ સંમત નવ દ્રવ્ય અને તેનાં સ્વરૂપની ચર્ચા વિસ્તારથી કરીને તે માન્યતાનું નિરસન, જૈન માન્યતાની યુક્તિયુક્ત રજુઆત કરવાપૂર્વક અને ટૂંકાણમાં કર્યું છે.
સાતથી અગિયાર કારિકામાં ધર્મ, અધર્મ અને આકાશદ્રવ્યનાં સ્વરૂપ અને જીવ તથા અજીવ દ્રવ્યની અવગાહનાના પ્રકારો વર્ણવ્યાં છે. બારમી કારિકામાં આત્માની વિશેષતાઓ-તે સંચવિકાસશીલ છે, વિભુ નથી, ક્રિયાવાન છે અને અનેક છે, એ-વર્ણવી છે. અને એ વિશે ષતાઓના સંદર્ભમાં કૂટસ્થનિત્યચૈતન્યવાદી સાંખ્ય મતનું નિરસન પણું, ટીકામાં કર્યું છે. તેરમી કારિકામાં ઉપયોગ એટલે કે જ્ઞાન અને દર્શન એ જીવદ્રવ્યનું લક્ષણ હોવાનું કહી, તે ઉપગની પ્રકાર સંખ્યા દર્શાવી છે, અને ૧૪-૧૫ કારિકાઓમાં એ પ્રકારનાં મતિજ્ઞાન વગેરે નામે બતાવ્યાં છે. ૧૬ થી ૧૯ કારિકાઓમાં મતિજ્ઞાનને ભેદે અને પટભેદો બતાવ્યા છે અને ટીકામાં એ ભેદનું વિશદ વિવરણ કરવામાં - આવ્યું છે. મતિજ્ઞાનના ભેદો ૩૩૬ છે.
આ પછી ૨૩ મી કારિકા સુધીમાં શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાનના સ્વરૂપ તથા પ્રકારનું નિરૂપણ છે. ૨૪મી કારિકામાં પ્રમાણની વ્યાખ્યા બાંધી છે. ૨૫ થી ૩૦ સુવીના કારિકા એમાં પ્રમાણનું પ્રામાણ્ય નિશ્ચિત કરવામાં જેની ગેરહાજરી નિર્ણાયક બને છે તે સમારોપ તેમ જ તેના વિપર્યય, સંશય અને અધ્યવસાય એવા ત્રણ ભેદોનું સ્વરૂપ સમજાવ્યું છે. ૩૧ મી કારિકામાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે પ્રકારે ગણાવીને “પ્રત્યક્ષની વ્યાખ્યા દર્શાવી છે અને તેની ટીકામાં ઈતર દર્શને અભિપ્રેત પ્રમાણસંખ્યા વગેરેની રજૂઆત કરીને તેનું ખંડન કર્યું છે. ખાસ કરીને નિયાયિકેએ સ્વીકારેલાં પ્રમાણ અને તેનાં સ્વરૂપ વિસ્તારપૂર્વક ધ્યાં છે.
આ પછી પ્રત્યક્ષના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે પ્રકારે, સાંવ્યવહારિકન ઇંદ્રિય અને અનિંદ્રિય એવા બે પ્રકારે (૩૨), “ઇંદ્રિયની વ્યાખ્યા (૩૩), ઈન્દ્રિયના પ્રકારો (૩૪-૩૫), તેના