________________
- ૨૯ જૈન મુક્તાવલીઃ • પજ્ઞ તત્વકલ્પલતા નામની વૃત્તિ સમેત જૈન મુક્તાવલી ગ્રંથ, એ પરમપૂજય આચાર્ય શ્રીવિજયનંદનસૂરિજી મહારાજે રચેલે જૈનન્યાયને બીજો ગ્રંથ છે. મૂળ ગ્રંથ ૧૫૬ કારિકાઓને બને છે અને તેની રચના, ગ્રંથકારે, વિ. સં. ૧૯૭૫માં, પિતે મુનિ–અવસ્થામાં હતા ત્યારે, કરી છે. તેના પરની ટકાની રચના, સં. ૧૯૮૪માં પિતાની આચાર્યપદાવસ્થામાં કરી છે. આ ગ્રંથની પહેલી આવૃત્તિ, સં. ૧૯૮૫માં, અમદાવાદની જૈન ગ્રન્થપ્રકાશક સભા દ્વારા પ્રગટ થઈ હતી. પણ તે આવૃત્તિ અત્યારે અપ્રાપ્ય હેવાથી અહીં તેનું પુનર્મુદ્રણ આવ્યું છે.
ગ્રંથના તેમ જ ટીકાને પણ પ્રારંભમાં દેવ-ગુરુવંદનાદિસવરૂપ મંગલાચરણ કરવામાં આવ્યું છે, અને તર્કથમાં આવતી મંગલવાદની ચર્ચાને સંક્ષેપમાં નિરૂપી, તે અંગેના જૈન દૃષ્ટિકોણને ગ્રંથકારે વિશદ રીતે રજુ કર્યો છે. પાંચમી કારિકામાં ગ્રંથના નિરૂપ્ય વિષયની માંડણી કરતાં “દ્રવ્ય અને પર્યાય” એમ બે સપદાર્થો છે એ બતાવ્યું છે અને તેની ટીકામાં એ બન્નેના સત્ત્વની ચર્ચા કરીને પછી નાયિકને અભિપ્રેત સાત પદાર્થોની વિસ્તૃત સમજૂતી આપીને તેનું નિરસન
છઠ્ઠી કારિકામાં “ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુદગલ અને કાલ એવાં છ દ્રવ્યો અને તેનું લક્ષણ દર્શાવ્યા પછી, તેની ટીકામાં, તર્કશાની રીત પ્રમાણે તે દ્રવ્યની સિદ્ધિ કરી બતાવી છે. અહીં . પ્રસંગોપાત્ત આત્માની ચર્ચા નીકળતાં શરીર, ઇન્દ્રિયો કે મન-એમાંનું કોઈ જ “આત્મા નથી, પણ આત્મા એ એક સ્વતંત્ર દ્રવ્ય છે, એમ નક્કી કરી આપે છે. એ ઉપરાંત, ક્ષણિકવિજ્ઞાનવાદી બૌદ્ધો તેમ જ નિત્યવિજ્ઞાનવાદી વેદાન્તીઓ તેમ જ સોના, આત્મા વિશેના સિદ્ધાંતનું દિગ્દર્શન કરાવીને તેનું પણ નિરસન કર્યું છે. આ આખીયે આત્મ ચર્ચા, વિશ્વનાથની ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલીમાં આવતી આત્મચર્ચાને અનુવાદ છે, એમ અભ્યાસીને જણાઈ આવે છે. આ પછી, ન્યાયદર્શન