________________
અભિન્ન બની જાય છે. આ અભેદદશાને અહીં ‘સમાપતિ' (સૂ) ૮૩) કહી છે. અને એ સમાપત્તિ એટલે કે ધ્યાગ જ જીવને તત્વજિજ્ઞાસાના આખરી ફળસ્વરૂપ મેક્ષ સુધી પહોંચાડે છે. છેલ્લા ઉપસંહારસૂત્રમાં ગ્રંથકારે આ જ વાત રજૂ કરી છે. તદુપરાંત આ છેલા સૂત્રમાં જ્ઞાનેગ અને કર્મગ દ્વારા પ્રગટતા ધ્યાનયોગ થકી મુકિતગ મળવાની વાત કહીને ભગવદ્ગીતા જેવા ઈતર ગ્રંથ અને અધ્યાત્મસાર જેવા જૈનગ્રંથેના હાર્દને સંક્ષેપમાં પણ ખૂબ સ્પષ્ટ રીતે નિરૂપી દીધું છે.
પ્રાંતે પ્રશસ્તિના ક્ષેકો તથા પુપિકા છે. ગ્રંથકારની શૈલી
. ગ્રંથકારની શિલી ખૂબ સરળ કહી શકાય તેવી છે. અઘરામાં. અઘરી વાત, તર્ક, વિચાર કે પદાર્થને વધુમાં વધુ સરળ રીતે વિદ્યાર્થી એને સમજાવવાની ગ્રંથકારની આગવી આવડતને અનુભવ, તેમની પાસે અધ્યયન કરનારાઓને છે જ. અને એમની એ આવડત, આ ગ્રંથમાં પણ પ્રતિબિંબિત થઈ છે એમ જણાય છે. તેઓ ઘણીવાર, પદાર્થોની સ્પષ્ટતા માટે સ્વયં પદકૃત્ય કરી દે છે.
આ ગ્રંથકારે ન્યાયશેષિકદર્શનને અભ્યાસ ઊડો કર્યો છે એ વાતની સાક્ષી, એમણે ઠેરઠેર વિસ્તારપૂર્વક ઉદ્દધૃત કે રજૂ કરેલા ન્યાયના પદાર્થો પૂરે છે.
- આમ તે આ ગ્રંથ સ્વયં સ્પષ્ટ છે. છતાં વાંચતા વાંચતા લાગ્યું કે કેટલીક જગ્યાએ વિસ્તૃત સ્પષ્ટતા જરૂરી છે, એટલે આ ગ્રંથ પર મને સૂઝી તેવી ટિપ્પણી કરવા પ્રેરાયો છું. એ ટિપ્પણી કરવામાં પ્રમાણમય સવાલકરત્નાકરાતારિક, જૈન તકભાષા વગેરે વિવિધ ગ્રંથની સહાય લીધી છે. આ લખવામાં ક્યાંય શ્રી જિનાજ્ઞાન વિરુદ્ધ કે ગ્રંથકારના આશય-વિરુદ્ધ લખવું હોય તે તે બદલ ત્રિવિધે ક્ષમા યાચું છું અને મારે આ પ્રથમ પ્રયાસ હેઈ, કાંઈ પણ ક્ષતિ જણાય, તે સુજ્ઞપુરુષે તે તરફ મારું ધ્યાન દોરે તેવી પ્રાર્થના કરું છું,
: :
:
1