________________
- ૨૫ આ પછી દ્રવ્યખંડ શરૂ થાય છે. દ્રવ્યોની સંખ્યા, નામ (સૂ.૭) તથા તેમનાં સ્વરૂપે (સૂ) ૮ થી ૨૮) દર્શાવવાની સાથે સાથે વચમાં કર્મ, મોક્ષ, સિદ્ધ, વર્ગણ (૧૭-૧૮-૧૯) વગેરેનાં સ્વરૂપની સમ જતી પણ ગ્રંથકર્તા આપી દે છે. એ જ રીતે જીવદ્રવ્યનું સ્વરૂપ વર્ણ વતાં પ્રમાણની ચર્ચા ઉઠાવે છે (સૂ. ૨૯). “પ્રમાણુનયતત્ત્વાલેકના જ અનુવાદરૂપે પ્રમાણ અને તેના પ્રામાણ્યના સ્વતરવ–પરતત્વનું (સૂ. ૨૯-૩૦) નિરૂપણ કરી, તેને પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદમાં વહેંચી દે છે. (સૂ. ૩૧). ૩૩ થી ૪૧ સુધીના સૂત્રમાં પ્રત્યક્ષપ્રમા શુનું નિરૂપણ છે. એમાં પાંચ જ્ઞાનને તથા અવગ્રહ વગેરેને ક્રમ તથા તેની વ્યાખ્યાઓ-આ બધું “પ્રમાણનયને અનુસારે જ છે. • : ૪૨ થી ૬૬ મા સૂત્ર સુધી પક્ષખંડનું સંકલન છે. એમાં નિયાયિકાદિ-સમ્મત અનુમિતિ–પરામર્શાહિના સ્વરૂપનું, હેવાભાસેનું તેમજ શબ્દ અને ઉપમાન પ્રમાણના સ્વરૂપનું નિરાકરણ નોંધપાત્ર છે. જેને. ઉપમાનને સ્વતંત્ર પ્રમાણ રૂપે માનતા નથી. પણ સારશ્યનું–અને - વૈદયનું પણ ભાન કરાવનાર પ્રત્યભિજ્ઞાનને જ પ્રમાણ રૂપે સ્વીકારે.
છે. એ પ્રત્યભિજ્ઞાનને (સૂ. ૪૫) કેઈ ઉપમાન પ્રમાણરૂપે કે ઉપમાનના પર્યાયશબ્દરૂપે ન સમજે એવા કેઈક વિચારથી પ્રેરાઈને ઉપમાનની - પ્રમાણુતાને સ્પષ્ટ નિષેધ ગ્રંથકારે અલગ સૂત્ર (૬૬) દ્વારા કરી દીધું છે. તદુપરાંત, સ્વસંમત આગમપ્રમાણના નિરૂપણમાં “આપ્તની તથા વચનોની વ્યાખ્યા, સપ્તભંગીનું સ્વરૂપ અને નાનું ટૂંકું સ્વરૂપ પણ અહીં વણી લેવામાં આવ્યું છે. છેવટે પુદગલ તથા કાલદ્રવ્યનાં લક્ષણદિ નિરૂપને દ્રવ્યખંડ સમાપ્ત થાય છે.
૭૧ થી ૭૪ એમ ચાર સૂત્રોમાં પર્યાયખંડ સાંકળવામાં આવ્યું છે. એમાં ગુણ અને પર્યાય એ બન્ને વસ્તુતઃ પર્યાયવાચક શબ્દો હવા છતાં બન્ને વચ્ચે જે તફાવત (સહભાવિત્વ અને ક્રમભાવિત્વ સ્વરૂપ) બન્નેને “ગુણ” અને “પર્યાય એવી જુદી જુદી સંજ્ઞાઓ અપાવે છે, તે સમજાવવામાં આવ્યું છે. અને એ પછી જીવ અને પુદ્ગલગત પયયેના