________________
જૈન ન્યાયના પ્રાવેશિક થે અનેક છે. તેમાં જૈન તકભાષા, સ્યાદ્વાદમુક્તાવલી, અનેકાન્તવાદપ્રવેશ, સપ્તભંગીનયપ્રદીપ, નયરહસ્ય, જૈન સપ્તપદાથી વગેરે વગેરે ગણાવી શકાય. પણ એ ગ્રંથ અમુક ચેક્કસ વિષયે પૂરતી જ વાત કરીને અટકી જાય છે. દા. ત., જૈન તકભાષા પ્રમાણ, નય અને નિક્ષેપની જ વાત કરે છે, બીજો પદાર્થ ત્યાંથી નહિ મળે. એવું જ બીજા ગ્રંથનું પણ છે. ક્યાંક પદાર્થ બોધ છે તે તેની પદ્ધતિ નિરાળી હશે. ક્યાંક નિરૂપણુ-રીતિમાં જ ગરબડ છે. આથી જિજ્ઞાસુને સંતેષ થઈ શો મુશ્કેલ છે. આ બધી દષ્ટિ એ વિચારીએ, તે જૈન તર્કસંગ્રહ એક ઉપયોગી વસ્તુ છે. એમાં પ્રમાણચર્ચા છે. પ્રમેયચર્ચા પણ છે. સૂત્રગ્રંથની સૂત્રાત્મક શિકી છે. ન્યાયગ્રંથની નિરૂપણરીતિ છે. તે પ્રકરણગ્રંથ જે પદાર્થ સંગ્રહ પણ છે.
' ગ્રંથગત-વિષયપરિચય :
- આ ગ્રંથ ત્રણ ખંડમાં વહેંચાયેલું છે. દ્રવ્યખંડ, પર્યાયમંડ અને ત્રીજે ધર્મનિરૂપણાન્ત ખંડ. એમાં દ્રવ્યખંડના પ્રત્યક્ષખંડ તથા પક્ષખંડ એવા બે પેટાખંડે છે. .
ઈષ્ટદેવ અને ગુરુને નમનરૂપ મંગલાચરણ કર્યા પછી, “વે. Tધત્તરા” એવા પ્રથમ સૂત્ર દ્વારા વિશ્વમાં તત્વની જિજ્ઞાસા
જ મુખ્ય જિજ્ઞાસા છે અને એ જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે જ પિતે આ ગ્રંથ રચે છે એ નિર્દેશ આપવાપૂર્વક, “દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણને પરમ “તત્વ” તરીકે (સૂત્ર ૧), ગ્રંથકાર ઓળખાવે છે. પછીનાં બે સૂત્રમાં ક્રમશઃ દેવતત્ત્વ અને ગુરુતત્વની ઓળખાણરૂપ વ્યાખ્યા આપે છે (સૂત્ર ૨-૩), અને પછી ગુરુતત્વની વ્યાખ્યામાં આવેલા પદાર્થ વાચક “ભાવ” શબ્દને ઉપાડીને દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણને ભાવ એટલે કે પદાર્થ તરીકે નિરૂપે છે (સૂ. ૪), તેમજ એ ત્રણેયનાં લક્ષણો અને એ ત્રણેને પારસ્પરિક સંબંધ પણ દર્શાવે છે. (સૂ. ૫-૬)