________________
આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી
આ જ આચાર્યોની શ્રેણીમાં આચાર્ય શ્રી વિજયનન્દસૂરિજી પણું થયા છે. નવ્ય ન્યાય-જૈન તથા જૈનેતર બંનેમાં તેમની મતિ અપ્રતિહત અને અખલિત હતી. ન્યાયશાસ્ત્રને કઈ પણ પદાર્થ સમજાવવાની તેમની ખૂબી અને સરળ શૈલી અજોડ હતી. એમની આ વિશેષતાઓ એમના ગ્રંથમાં પણ જોવા મળે છે. એમણે કેટલાક ગ્રંથ રચ્યા છે. એ ગ્રના વિષય ભલે જુદા જુદા હોય, પણ એ વિષયને યુક્તિ અને તર્કથી ચકાસવાની પદ્ધતિ એમણે સર્વત્ર કાયમ રાખી છે. ન્યાય વિષયમાં એમણે બે ગ્રંથે રચ્યા છેઃ “જૈન તર્ક સંગ્રહ” અને “જેત સિદ્ધાન્તમુક્તાવલી ” બંને અનુક્રમે અન્નભટ્ટના “તર્કસંગ્રડ'ની અને વિશ્વનાથની ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીની સામે અથવા બરોબરીમાં મકી શકાય તેવા ગ્રંથ છે. ગ્રંથકાર વિજયનન્દનસૂરિજી, વીસમી સદીના પ્રભાવક જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરિજીના પટ્ટધર આચાર્ય શ્રી વિજયેદયસૂરિજીના શિષ્ય છે. જૈન તર્કસંગ્રહ : - આ ગ્રંથ પદાર્થગ્રંથ છે. આમાં જૈનદર્શનસંમત પદાર્થોને સંગ્રડે છે. આ ગ્રંથને મુખ્ય હેતુ છે બાલધ. એટલે આમાં સરળ રીતિએ પદાર્થોનું નિરૂપણ થયું છે, એ વાત ગ્રંથ જેનારને સહેજે સમજાશે. અને, આ ગ્રંથને હેતુ, પદાર્થોને સરળ પદ્ધતિએ બેધ કરાવવાનું હોવાથી જ, આમાં સંગ્રહની દષ્ટિ મુખ્ય રહી છે. ગ્રંથકારે એવી વૃત્તિ નથી રાખી કે બધી વાત નવા જ શબ્દોમાં ને નવી જ યુક્તિથી રજૂ કરવી. એમના મનમાં તે એક જ છે કે, યેનકેન પ્રકારેણ બાળજી પદાર્થધ મેળવે. અને એટલે જ અહીં એમણે પ્રમાણન” અને “તર્કભાષા” અને “સપ્તભંગી નયપ્રદીપ”, વગેરે ગ્રંથેમાંના પદાર્થોને ઘણે ઠેકાણે અનુવાદ માત્ર કર્યો છે. અલબત્ત, જના પિતાની છે. ક્યાંથી શું લેવું ને ક્યાં કઈ રીતે તેને ગૂંથવું એ એમની પિતાની સૂઝનું કાર્ય છે.