________________
કરી. એ પ્રક્રિયાને, તેના પ્રારંભથી માંડીને વિકાસના ચરમ શિખરે પહોંચાડવાનું શ્રેય મહોપાધ્યાય શ્રીયશોવિજયજીને ફાળે જાય છે. એમના શતાધિક ગ્રંથમાં પ્રાચીન આચાર્યોની ઉક્તિઓ ને યુક્તિઓ તે નવ્યન્યાયના નવા લેબાશમાં દૃષ્ટિગોચર થાય છે જ, પણ એ ઉપરાંત, એમની મૌલિક યુક્તિઓને જથ્થ પણ એમાં અભરે ભર્યો છે. પ્રતિવાદીઓને એક વાર એવું નથી, એક યુક્તિ એવી નથી. જેનું યશોવિજયજની યુક્તિ-જબાન ખંડન ન કરતી હોય. અને એક જેને સિદ્ધાંત એ નથી, જેનું એમણે નવી દષ્ટિએ દર્શન ન કરાવ્યું હોય. વળી, એમના ગ્રંથ માત્ર વિદ્વગ્ય જ છે એવું નથી, જૈન તકભાષા જેવા એમના અનેક ગ્રંથ મંદ મતિવાળાએને પણ સમય તેવા છે. ટૂંકમાં, જૈનદર્શનમાં નવ્ય ન્યાયની પરિપાટીના પ્રવર્તક શ્રીયશોવિજયજી છે, એમ સ્વીકારવું જોઈએ. અલબત્ત, ૧૭મા અને ૧૯મા સૈકામાં બીજા પણ ઘણું જૈન વિદ્વાનોએ જૈન ન્યાય ઉપર કામ કર્યું છે. વીસમી સદીના જૈનાચાર્યોની ન્યાય-સેવાઃ . " ઉપાધ્યાયજી મહારાજ પછી, ૨૦ મા સૈકામાં થયેલા કેટલાક આચાર્યોએ અને મુનિઓએ પણ જૈન ન્યાયના વિકાસમાં પિતાને યથાશક્તિ હિસ્સો આવે છે, અને તે પણ દેશકાળની જરૂરિયાતને લક્ષમાં રાખ્યને જુદી જુદી પદ્ધતિએ. આચાર્યશ્રી વિજયાનન્દસૂરિજી (શ્રી આત્મારામજી) મહારાજે અજ્ઞાનતિમિરભાસ્કર, તત્વનિર્ણયપ્રાસાદ, જેનતવાદશ જેવા આકરચંધેની રચના લેકબોલી-હિન્દીમાં કરીને પણ તેમાં જૈન ન્યાયની યુક્તિઓ સુસંગત રીતે ઠાંસી ઠાંસીને ભરી છે, તે આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજી, શ્રીસાગરાનન્દસૂરિજી, શ્રીવિજયધર્મસૂરિજી, શ્રીલબ્ધિસૂરિજી વગેરેએ સંસ્કૃત ભાષામાં ન્યાય ગ્રંથની રચના કરી છે. બીજા પણ આ. શ્રી વિજયદર્શનસૂરિજી, શ્રીવિદય સૂરિજી, શ્રીવિજયલાવણ્યસૂરિજી, ઉપાધ્યાય શ્રીમંગળવિજયજી, શ્રીહિમાંશુ વિજયજી, શ્રીન્યાયવિજયજી વગેરેએ પ્રાચીન-નવીન જૈન ન્યાય વિશે ગ્રંથ અને ટીકાગ્રંથે રચ્યા છે.
' '
'