________________
ઉપગ પણ, સ્વમતમંડન અને તે કરતાં વધુ તે પરમતખંડન માટે થવાનું શરૂ થયું. આમ થવું એ આપણે માટે, આપણને વિભિન્ન સંપ્રદાયમાં વહેંચી નાખનાર હેઈજેટલું નુકસાનકારક નીવડયું, તેટલું જ, એ, આપણને અનેક તત્વચિન્તકો અને તત્વગ્રન્થ આપનાર બનવાથી, લાભકર્તા પણ બન્યું. તકશાસ્ત્ર અને જૈનદર્શન :
સ્વપક્ષમંડન અને પરપક્ષખંડનના આ જુવાળમાંથી જૈનદર્શન પણ કેમ બચે? એ પણ એમાં ભળ્યું. પણ જેને પાસે અનેકાન્તની એક આગવી દષ્ટિ હતી. એ દૃષ્ટિને ત્રાજવું કહી શકાય. જ્યારે કેટલાક લેકે અમુક તને માત્ર નિત્ય જ માનવા લાગ્યા, ને એથી ઊલટું; કેટલાક લેક, એ જ તને માત્ર અનિત્ય જ માનવા લાગ્યા, ત્યારે એ બન્ને વચ્ચે સમતુલા જાળવવાનું કામ અનેકાન્તદષ્ટિએ કર્યું. એણે કહ્યું “એકાન્ત નિત્યવાદ પણ નહિ, એકાન્ત અનિત્યવાદ પણ નહિ પણ સાપેક્ષભાવે નિત્યાનિત્યત્વવાદ સ્વીકારે તમારા ઝઘડા મટી જશે.” પણ અનેકાન્તની આ સમદષ્ટિને વાદીએ ન સમજી શક્યા હોય કે પછી ગમે તેમ, પણ બને મતવાદીએ જેને ઉપર તૂટી પડયા જૈનેના ખંડન માટે મચી પડ્યા. સાપેક્ષવાદને (સાપેક્ષવાદને સાથે અહીં અનેકાન્તવાદ કરવાનું છે, અને તેથી આલબર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતથી જૈનદર્શનના સાપેક્ષવાદમાં તાત્વિક તફાવત છે તે પણ સ્પષ્ટ થઈ શકે છે.) સંશયવાદ કહીને શંકરાચાર્ય જેવાએ પણ તેની ઠેકડી ઉડાવી છે. જો કે તે સમજપૂર્વકની ન હતી; તે માત્ર શ્રેષમૂલક હોઈ શકે. જોકે આ બધા વાદીઓને જવાબ આપવાની જેને જરૂર ન હતી. કેમ કે એ તે સમજતા હતા કે નિત્યવાદીના મતનું ખંડન અનિત્યવાદી કરશે ને અનિત્યવાદીના મતનું ખંડન નિત્યવાદી કરશે એટલે પરસ્પર લડીને આપમેળે નષ્ટ થતા તના વિવાદમાં આપણે શા સારું પડવું જોઈએ ? પણ ५, परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यधृष्यं जिन ! शासनं ते ॥
अयोगव्यवच्छेदद्वात्रिंशिका-हेमचन्द्राचार्य