________________
ચાંપતા ઉપચારે અને ચીવટભરી શુશ્રષાના પરિણામે, ભેડા દિવસમાં તેમનું દર્દ નિમ્ળ થયું અને વાચા શક્તિ પુનઃ પ્રાપ્ત થઈ તે પછી, તેઓને હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે, તેઓ સીધા પાંજરાપિળના ઉપાશ્રયે પધાર્યા, અને ત્યાં પિતાના હાથે લખેલે એક કાગળ પૂજ્ય નંદનસૂરિ મહારાજને આપે. એ કાગળમાં બીજી કેટલીક વાતે તે હતી જ, પરંતુ એમાં મુખ્ય વાત એ હતી કે મારે હોસ્પિટલમાં રહેવું પડ્યું, તેની આલેયણા આપવા કૃપા કરશે.”
પાપભીરુતાની આ પરાકાષ્ઠા હતી. સંયમપાલન માટેની જાગૃતિની આ પરિસીમાં હતી. જે પુરુષ, આબાલવૃદ્ધ સૌ કોઈને આલેયણા આપી શક્યા હતા અને વસ્તુતઃ આપતા હતા અને પિતાની આયણ પિતાની મેળે લઈ શકે તેમ હતા અને તેમ કરે, તે તેમાં કાંઈ અનૌચિત્ય પણ નહતું; છતાં, આવા સમર્થ પુરુષ પણ, પિતાને પૂજ્ય વ્યક્તિ પાસે જ આલેયણા લેવાને આગ્રહ રાખે, એને આત્મજાગૃતિની પરાકાષ્ઠા જ લેખવી જોઈએ. - સાચા શાસનપ્રભાવક આચાર્ય કેવા હોય એની વિરલ પ્રતીતિ મને એ ક્ષણે થઈ હતી, અને નિરાડંબર ધર્મારાધના કેને કહેવાય તેનું સુભગ દર્શન મને એ પળમાં થયું હતું. અને આ જ કારણે, આ લેખની શરૂઆતમાં નેધેલા પ્રશ્નો જ્યારે પણ સામે આવે છે, ત્યારે પૂજ્ય કસ્તૂરસૂરિજી મહારાજનું સ્મરણ થયા વિના નથી રહેતું. ' કસ્તૂરસૂરિ મહારાજનું જીવન એટલે એ પ્રશ્નોને સચેટ પ્રત્યુત્તર; એવે પ્રત્યુત્તર કે જે એ પ્રશ્નોને જ છેદ ઉડાડી મૂકે.
- આવું જીવન જીવી બતાવવું એ આજની સાધુતા સામેને માટે પડકાર છે. આજને સાધુ જે આવું જીવન જીવતાં શીખી જાય, તે પેલા પ્રશ્નો અને તે દ્વારા જન્મતી મૂંઝવણ–બધું આપમેળે જ શમી જાય, એ નિઃશંક છે, આવું જીવન જીવવાની ક્ષમતા આપણામાં પ્રગટો !
–શીલચન્દ્રવિજય