________________
૧૬
આ પૂજ્યપુરુષની સંનિધિમાં બેસવાનો એક બીજો પણ મેટે લાભ હતા. એમના સાંનિધ્યમાં બેસવાથી હૈયાનાં સઘળાં કલ્મષ અનાયાસે જ ધોવાઈ જતાં હાય એવા અનુભવ થતા. જેની સમક્ષ આપણી સઘળીયે પામરતા અને મનમાં સ'તાડેલી પાપવૃત્તિઓ, વગર પૂછયે , પ્રગટ કરી દેતાં જીવને લગાર પણ સ'કાચ કે ભય ન થાય, ખલ્કે હૈયાના ભાર હળવા થવાના અનુભવ થાય એવી આપ્તતા એમનામાં મેં અનુભવી છે, અને આવી આપ્તતાને, મારી સમજ પ્રમાણે, સરળતા અને પવિત્રતા એ એની નીપજ ગણવી જોઈએ.
જૂના સાધુપુરુષામાં બે વસ્તુએ ખાસ અને વિશેષે જોવા મળતી વાત્સલ્ય અને પાપભીરુતા. વાત્સલ્યની વાતા અને પ્રસગોના તો કોઇ સુમાર નથી. એટલે એ અ ંગે ઝાઝુ કહેવા કરતાં પાપભીરુતાને એક જ રામહક પ્રસંગ યાદ કરીશ.
સ. ૨૦૩૧ ના ચાતુર્માસ દરમ્યાન, આ પૂછ્યપુરુષને લકવાને હુમલે આવ્યે અને એમની વાચા રુંધાઈ જવાથી એમને વાડીલાલ સારાભાઇ હાસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પેાતાની ૭૪ વર્ષની 'મરમાં અને સુદીર્ઘ સાધુજીવન દરમ્યાન, આ પહેલે જ પ્રસંગ હતા કે તેમને હોસ્પિટલમાં દાખલ થવુ પડયુ. હાય; એટલે તેઓ ખૂબ ઉદ્વિગ્ન બની ગયા હતા. તેમની શાતા પૂછવા કોઈ જાય તો તેને જોઈને તરત જ તેએ લાગણીવશ બની જતા. પોતાને હાસ્પિટલમાં દાખલ થવું પડયુ છે અને સંયમની વિરાધનાનું કારણ સેવવું પડે છે એની ગ્લાનિ, એ લાગણીવશતામાં પ્રતિબિ’બિત થતી હાવાનુ` સહેજે જણાઈ આવતું. એમાં એક દિવસ પૂજ્ય નંદનસૂરિ મહારાજ તેઓને શાતા પૂછવા પધાર્યાં, અને તેમને-પેાતાના વડીલને જોતાં તે તેની આંખા વરસવા જ લાગી. એ જોઇને પૂજ્ય નંદનસૂરિ મહારાજ પણુ ભાષા બની ગયા અને વાતાવરણમાં ચુપકીદી પ્રસરી ગયા. થાડી વારે માંડ સ્વસ્થતા આવી ત્યારે તેએએ પેાતાને હાસ્પિટલમાં આવવુ. પંડયુ તેના ઉદ્વેગ લખીને વ્યક્ત કર્યાં અને પૂજ્ય નંદનસૂરિ મહારાજે તેને ખૂબ આશ્વાસન આપ્યું.