________________
આમ છતાં, એમને એક વખત ગુસ્સે થતાં મેં નિહાળ્યા છે. જો કે એને ગુસ્સે કહેવા કરતાં પુણ્યપ્રકોપ કહે વધુ ઉચિત અને બંધ. બેસતું છે. બનેલું એવું કે ખંભાતમાં તેઓ પન્નવણુસૂત્રની આગમવાચના સાધુઓને આપતા. વાચના લેનારાઓ પૈકી એક સાધુની એવી ટેવ કે વાચના પત્યે તરત જ પ્રતનાં પાનાં એક કબાટ પર મૂકીને સ્વસ્થાને ચાલી જાય, તે બીજે દિવસે વાચનાના સમયે પાછાં ઊતારે. એમને આ નિત્યક્રમ, એક વાર, આ પૂજ્ય પુરુષની નજરે પડી ગયે. તેઓ વસ્તુસ્થિતિ પામી ગયા. પેલા સાધુને તરત જ બેલાવ્યા, પૂછયું, જાણ્યું ને પછી ઠપકાય કે – પાઠ લીધા પછી જે એ પાઠને વાંચવાવિચારવાનીયે તમારામાં તત્પરતા ન હોય તે પછી વાચના આપવાને ને લેવાને શું અર્થ છે?
પણ સાચા શિક્ષકને ખપતે સાચે વિદ્યાથીભાવ સામે પક્ષે જેવા ન મળે, ને તેમણે તે જ દિવસથી વાચના આપવી બંધ કરી. - જિજ્ઞાસાની સચ્ચાઇ અને વિદ્યાથીભાવ – આ બન્ને માટે આગ્રહ, . . એમના આ પુણ્યપ્રકેપમાંથી નીતરતે નિહાળીને હૈયે જે ભાવે તે
વખતે ઉમટયા હતા તે તે આજે પણ અકબંધ સંઘરાયેલા પડ્યા છે. . . તેઓએ એક વખત મને કહ્યું : “દશવૈકાલિક સૂત્ર ભણવાની
મર્યાદા છ મહિનાની છે. તારે દર છ મહિને એક આગમગ્રંથ વાંચ
છ મહિનાની અવધિમાં એક ગ્રંથે પૂરો કરવો.” એમની આ કૃપાભરી 'આજ્ઞા મેં જ્યારે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજયનંદનસૂરિજી - મહારાજને કહી, ત્યારે તેઓશ્રીએ એ વર્ષે જ મને દશવૈકાલિક સૂત્ર
બહદવૃત્તિની વાચના આપી, એ વાચના બરાબર છ મહિનામાં ચાર દિવસ બાકી રહ્યા ત્યારે પરિપૂર્ણ થયાનું જ્યારે મેં આ પૂજ્યપુરુષને લખી જણાવ્યું, ત્યારે તેઓશ્રીએ સ્વહસ્તે લખેલા પત્ર દ્વારા વ્યક્ત , કરેલી ખુશી અને પાઠવેલી શુભાશીષનું સ્મરણ આજે પણ એટલું જ તાજ છે અને એમની પેલી આજ્ઞાને નિયમિત ધોરણે અમલ કરવા માટે હૈયાને એ સતા પ્રેરતું પણ રહે છે.