________________
એક મુદ્દો અહીં જ કહેવું જોઈએ. તેઓ પિતે તે વિશિષ્ટ કેટિના જ્ઞાતા સમર્થ પુરુષ હતા, છતાં એમની જિજ્ઞાસા–નવું નવું જાણવાની ને સમજવાની ઉત્કંઠા, એક સાચા વિદ્યાથીને છાજે તેવી પ્રબળ અને સદા પ્રદીપ્ત હોવાનું મેં બરાબર અનુભવ્યું છે. સામાન્ય રીતે કઈ ગુજરાતી પુસ્તક કે ઈતર વિષયનાં પુસ્તક વાંચવાને રસ ન હોવા છતાં, પૂજ્ય મુનિરાજ શ્રીઅમરેન્દ્રવિજયજીએ લખેલ પુસ્તક વિજ્ઞાન અને અધ્યાત્મ જ્યારે જૈન સાપ્તાહિક માં વિભાગશઃ પ્રગટ થયું, ત્યારે તેઓ એને ખૂબ જ ધ્યાનપૂર્વક અને રસપૂર્વક વાંચી ગયા હતા, એટલું જ નહિ, પણ “જૈન”ના એ અંકમાં અનેક સ્થળે, કેટલાંક વિચારણીય ટિપ્પણે પણ સ્વહસ્તે કરેલાં. તે બતાવીને મને કહેલું કે “આમ તે આ બધું લખાણ બરાબર છે. પણ અમુક અમુક મુદ્દાઓ વિચાર માગી લે તેવા લાગે છે.” દેખીતી રીતે જ જેમને આપણે જૂના વિચારના કહી દઈએ તેવા પુરુષની પણું, વાંચવાવિચારવા માટેને વિષય પસંદ કરવાની આ રીત, અને વાંચવા લીધેલ વિષય પર આ રીતને તલસ્પર્શી વિચાર વ્યક્ત કરવાની ક્ષમતા જોઈને જ હું તે છક થઈ ગયેલું.
ઉત્તરાધ્યયન સૂત્રને સતત સ્વાધ્યાય કરવાનું તેઓને જાણે વ્યસન પડી ગયેલું. સેંકડો બલકે હજારે વાર એ સૂત્ર તેઓએ વાંચ્યું હશે. રેજ અમુક પાઠ ન કરે તે તેઓ દિવસને વાંઝિયે માનતા ને વસવસ કરતા કે આજે આ વાંચવાનું રહી ગયું. પણ ખૂબી એવી કે ઉત્તરાધ્યયનના દરેક આવર્તન વખતે એ પુસ્તકમાં નવી ને કે નિશાનીઓ ઉમેરાઈ હેય જ. એક વાર તેઓએ મને કહેલું: “દરેક આવર્તન વખતે મનમાં નવા નવા અર્થો અને વિચારે સ્કુરે છે, અને એથી આ સ્વાધ્યાયને આનંદ અપૂર્વ રહે છે; કંટાળે નથી આવતું.” “વિદ્યાર્થીભાવ અને અખંડ જિજ્ઞાસા આપણનેય મળે તે કેવું સારું !” એવી પ્રાર્થને તે પળે મારા મનમાં ઊગેલી.
એ પૂજ્યપુરુષની અત્યંત સૌમ્ય, સરળ અને પ્રશાંત પ્રકૃતિને જેમણે જાણી છે તેમને ખબર છે કે તેઓ ક્યારેય ગુસ્સે ન થતા.