________________
દંતકથા જ બની રહે. એમ સાંભળ્યું છે કે જેને અધીર ગાથાયે ન ચઢતી હોય અને બોલતાં બોલતાં પણ જેની જીભ થોથવાતી કે અચકાતી હોય એવી એક વ્યક્તિને, શાસનના સમર્થ પ્રભાવક આચાર્ય અને પ્રાકૃત ભાષાના શિષ્ટજનમાન્ય વિશેષજ્ઞ બનાવવામાં, ગુરુવિનય દ્વારા સંપાદન કરેલી કૃપાને ફાળે કે હોય છે તેને જીવંત અનુભવ કરાવતું વ્યવિ પૂજ્ય કસ્તૂરસૂરિજી મહારાજમાં જોવા મળે છે તેવું અન્યત્ર નથી મળતું. .
અને એમની જ્ઞાને પાસના ? પોતે ગ્રંથે ભણ્યા, બીજાઓને ભણાવ્યા, અને પિતે અનેક ગ્રંથ રચ્યા પણ ખરા. એમના પ્રાકૃત ગ્રંથ, એ આ સેકાના એક વિશિષ્ટ જૈનાચાર્યનું, પ્રાકૃત ભાષા અને સાહિત્યના ક્ષેત્રમાં શકવત મૌલિક પ્રદાન છે એમ કહીએ, ત્યારે તેમાં અતિશયોક્તિ નથી થતી.
એમના સાંનિધ્યમાં જ્યારે પણ બેસીએ, ત્યારે વાતને વિષય એક જ હોય જ્ઞાનની ચર્ચા. તેઓ ખુદ કહી દેતા કે ફાલતુ વાતે કે
બીજા કેઈ કામ અંગે વાત કરવી હોય તો મારી પાસે ન આવવું. : અહીં તે તત્ત્વની વાત કરવી હોય કે સાંભળવી હેય તેણે આવવું.
અને વસ્તુતઃ જેને કાંઈક ને બંધ પામવાની કે કાંઈક અવનવું
સમજવાની જિજ્ઞાસા હોય, તેને માટે એમનું સાંનિધ્ય, એક પિષક - તથી ભરપૂર એવા ખોરાકની ગરજ સારતું. એમની પાસે બેસવાની જ્યારે જ્યારે તક મળી છે ત્યારે ત્યારે–
सदा सन्तोऽभिगन्तव्या, यद्यप्युपदिशन्ति नो ।
या हि स्वैरकथास्तेषा-मुपदेशा भवन्ति ते । આ પંક્તિઓની ચરિતાર્થતા અનુભવી છે, અને કાંઈક ને કાંઈક નવું જાણવા મળ્યું જ છે. સામી વ્યક્તિ ખરેખર જિજ્ઞાસુ છે એવી પ્રતીતિ થતાં જ તેઓનું હૃદય પૂલી જતું. એ પછી તે એમના જ્ઞાન અને અનભવના ભંડારમાંથી નવનવા વિષયે અને પદાર્થો પ્રગટલે જ જતા,