________________
પિતાને ગુરુ તરીકે ઓળખાવવાની કેશિશ કરતાં જોઉં છું, ત્યારે મનમાં ભારે રમૂજ થાય છે. અર્થહીન શબ્દ એટલે ઠંડું થઈ ગયેલું ઝાડ ! એને વળગવાને પ્રયાસ રમૂજ કેમ ન ઉપજાવે? - એ પૂજ્યપુરુષને આડંબરને ઓછા પણ ન ફાવતે. જે ક્યારેક આડંબરના વાતાવરણ વચ્ચે રહેવાનું થતું તે ત્યારે તેઓ અસમંજસમાં મુકાઈ જતા; ગૂંગળાઈ જતા. એક નાનકડો પ્રસંગ મને યાદ છેઃ પૂજ્ય નંદનસૂરિ મહારાજનું પ્રવચન થયા પછી અન્ય મુનિરાજનું પ્રવચન હતું. વિશિષ્ટ પ્રસંગ હતું એટલે સૌએ બેસવાનું હતું. પણ એ પ્રસંગ પત્યા પછી એ પૂજ્યપુરુષે મને કહ્યું કે, “નંદનસૂરિ મહારાજનું વ્યાખ્યાન ગમ્યું, કેમ કે એમાં તત્ત્વની વાત હતી એટલે સાંભળવામાં ઘણે રસ પડ્યો; પછીના વ્યાખ્યાનમાં તે ન શબ્દાર્ડબરે - જે લાગે! કાંઈ સમજ ન પડી કે શું કહેવા માગે છે. પણ અધવચ્ચેથી ઉભા તે ન થવાય; બેસવું તે પડે !”
ઉત્સવ-ઉપધાન–ઉજમણું વગેરે કરાવીને રાતેરાત શાસનપ્રભાવક બની જવાની ઉતાવળ કે અબળખા એ પૂજ્ય પુરુષમાં ધરાર નહતી. અને એટલે જ, પિતાના હાથે કે સાંનિધ્યમાં, આ પ્રકારનાં કે આટલાં ધર્મકાર્યો થવાં જ જોઈએ એ આગ્રહ; પિતાની નામના માટેની તત્પરતા અને પિતાનું નામ કેમ લખવામાં નથી આવ્યું એવી ફરિયાદ - આમાંનું કશું પણ એમનામાં હોય એવું કેઈએ ક્યારેય જોયુંઅનુભવ્યું નથી. વાહવાહ અને નામનાની કામનાથી થતી શાસનપ્રભાવના અને ધર્મના નામે થતા આડંબરેથી સે ગાઉ દૂર રહેવામાં જ એ પૂજ્યપુરુષ, પિતાની આદર્શ સ્થિતિ સમજતા હતા.
એમના જીવનમાં એમણે કરેલી શાસનપ્રભાવના બે જ હતીઃ ગુરુકૃપાનું સંપાદન અને અખંડ જ્ઞાને પાસના. પિતાના ગુરુભગવત પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજની, એમણે સંપાદન કરેલી કૃપાની નિસીમતા અને એ નિસીમ કૃપા સંપાદન કરવાની કળા, એ અત્યારની પરિસ્થિતિમાં તે એક રસપ્રદ