________________
જાગરણને સાદ દેતું જીવન
મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની “ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે' એ પંક્તિને હવાલે આપીને, કઈ પ્રબુદ્ધ ધાર્મિક મનુષ્ય એ પ્રશ્ન કરે કે અત્યારે આપણા ધર્મ ક્ષેત્રમાં ચાલી રહેલા આડંબરના અંબારમાં “ધર્મનું તત્વ કેટલું? અને “આજની પેટ ચોળીને ઊભા કરેલા શૂળ જેવી શાસનપ્રભાવનાની પ્રવૃત્તિઓમાં પ્રભાવનાનું તત્વ કેટલું તેમજ એવી પ્રભાવના કરાવનારા એમાં શાસનપ્રભાવક્તાના અંશ કેટલા?” ત્યારે તેને પ્રમાણિક જવાબ શો આપ તેની મૂંઝવણ જ્યારે વસમી બને છે, ત્યારે મનમાં અનાયાસે જ, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજ્યકસ્તુરસુરીશ્વરજી મહારાજનું સ્મરણ ઊગી આવે છે.
નિરબંકર સમભાવનાથી ભર્યું ભર્યું જીવન, કૃત્રિમતા વિનાને સહજ-સરળ વ્યવહાર અને ધર્મની પ્રભાવના કરી નાખવાની ઘેલછા વિનાની સત્વશીલ અને સૌમ્ય પ્રભાવક્તા એટલે પૂજ્ય કરસૂરિજી મહારાજ.
કસ્તૂરસૂરિ મહારાજને અમે સૌ એટલે કે એમને સઘળોએ શિષ્ય પરિવાર “ગુરુજી કહીને સંબોધતો. પરિવારને સાધુ ગમે તેને શિષ્ય હોય, પણ કસ્તૂરસૂરિ મહારાજને તે એ “ગુરુજી' જ કહેવાને અને સમજવાને. “ગુરુજી શબ્દના યથાર્થ અર્થનું ભાન, એમને “ગુરુજી તરીકે સંબોધતી વખતે થતું. કહે કે એમના નામ સાથે “ગુરુજી શબ્દ જોડાતે ત્યારે તે અર્થવાહક – અને તેથી જ સાર્થક પણ--અની જ. લાગે છે કે એમનું જીવન સંકેલાયું એ સાથે જ “ગુરુજી' શબ્દ પણ પિતાના અર્થને સંકેલી લીધે છે, અને એટલે જ, આજે કંઈક