________________
જીવનટિકામાં વિરક્તિના વારિ સીંચીને વૈરાગ્ય-વિરતિની સુંદર હરીયાળીનાં સર્જનહાર તપસ્વીરન પૂજ્ય પિતા-મુનિરાજ શ્રી ચઢિયશવિજયજી મ. સા. ** જ્યારે જયારે જે પૂછીએ તેને સુસ્પષ્ટ પ્રત્યુત્તરદાતા, જરૂરી પુસ્તકે મંગાવીને સતત પ્રોત્સાહન આપનાર બધુમુનિરાજશ્રી પૂ. ભાગ્યેશવિજયજી મ. સા. તથા પૂ. મહાયશવિજયજી મ. સા. - સંદેવ પ્રસન્નવદના વાત્સલ્યગંગોત્રી સમા વયેવૃદ્ધ સ્થવિરા દાદી ગુણીજી શ્રી મનકશ્રીજી મ. સા.. - આસેવનશિક્ષાનાં ટાંકણા દ્વારા અમ જીવનશિલ્પનાં ઘડવૈયા પરમ તપસ્વિની પરમોપકારિ પૂજ્ય ગુરુણીજીશ્રી સુવર્ણાશ્રીજી મ.સા. ' અનન્યપઠારિણી, પરમહિનૈષિણી-સ્વાધ્યાય સંસ્કારદાત્રી પૂજનીય ગુરુમાતા શ્રી રમ્યગુણશ્રીજી મ. સા. - ઉપરોક્ત સર્વે ઉપકારી પૂજ્યશ્રીએનાં પાદપત્રમાં અનેકશ વન્દના...
પુસ્તકની પૂર્વ તૈયારીમાં-અન્ય અન્ય દષ્ટિએ સહાયક થયેલ વિવાદાતા પ્રાધ્યાપકવર્યશ્રીવ્રજલાલભાઈ, છબીલદાસભાઈ, માણેકલાલભાઈ,
શ્રી ચંદ્રકાંતભાઈ, શ્રી રાજેશભાઈ, વિગેરેની સ્મૃતિ થઈ આવે તે - સાહજિક છે. '
આ પુસ્તક પ્રકાશનનાં પ્રથમ પ્રયાસને કારણે તદ્યોગ્ય જાણકારીને બિલકુલ અભાવ છતાંય વિના મુશ્કેલીએ સુંદર રીતે કાર્ય પૂર્ણ કરનાર ભરતપ્રિન્ટરીનાં શ્રીયુત કાન્તિભાઈ તથા તેમના સુપુત્ર કિરીટભાઈ, ભરતભાઈકમલેશભાઈ, મહેન્દ્રભાઈ વગેરેને આ આ અવસરે કેમ વિસરાય?
પ્રાતે પુસ્તક પ્રકાશનમાં જ્યાં જ્યાં ક્ષતિ દેખાય તેને સુજ્ઞજોએ સુધારવી એજ પ્રાર્થના કરીને જિનાજ્ઞા વિરુદ્ધ કોઈપણ લખાયું હોય તે વિવિધ ક્ષમા યાચીએ છીએ... શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ યતીન્દ્રભુવન પાલીતાણા
પૂજ્યપ્રસત્તિપાત્રી પષદી-૮ સેમવાર,
રમ્યણું તા-૧૩-૧-૧૯૯૨
લિ.