SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વકીયા સંવેદના સ્તુતિ એટલે શુદ્ધભાવેની જન્મદાત્રી અશુભ અધ્યવસાયને હરનારી ગંગોત્રી એકાગ્રતાની શિક્ષાદાત્રી એમાં પણ શોભનમુનિકૃત સ્તુતિચતુર્વિશતિકા એટલે સાહિત્ય ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ કૃતિ.. જેમાં યમક અલંકાર લેવબદ્ધ શબ્દ રચના એવી છે કે સામાન્યતઃ બોલતા અર્થને ખ્યાલ પણ ન આવે...સાથે સાથે સર્વવ્યાપિતા પણ એટલી જ શેભનસ્તુતિચતુર્વિશતિકા માટે શું લખું? ગમે તેટલું લખાણ થાય તે પણ એ કૃતિ માટે અને એનાં કર્તા માટે ઓછું જ લેખાશે. જો કે શ્રી હીરાભાઈ કાપડીયાએ તથા સરલા ટીકાકારશ્રીએ સવ–સ્વ–પુસ્તકમાં સ્તુતિકારશ્રીનું જીવન આલેખ્યું છે માટે અહીં તે સ્વાધ્યાયાસક્ત તેઓશ્રીનાં પુનિતપાદપઢમાં-પૂર્ણાહેભાવનાં પરિમલથી પરિવાસિત પ્રણામનું પુષ્પ ધરીને એક જ યાચના કરીશું કે તેઓશ્રીની સ્વાધ્યાયલીનતાને તેમાંથી સેમે ભાગ જે અમને મળી જાય તે ય જીવન સાફલ્યતાને પામ્યું તેવું માનીશું. પ્રકાશનની પૂર્વસંધ્યા... એક દિવસ પ્રતિક્રમણમાં “ત્વમશુભા ભિનન્દન” નામની શ્રી અભિનન્દન સ્વામિની સ્તુતિ સાંભળી સંસ્કૃતપ્રિયમન અર્થદષ્ટિ તરફ આકર્ષાયું પણ માત્ર ૫૦% અર્થજ્ઞાન થયું ત્યારથી નિર્ણય કરા કે શ્રીશનિસ્તુતિચતુર્વિશતિકાનું સમાસ અર્થ સાથે પઠન કરવું અને મને ધરતીમાં ધરબાયેલ જિજ્ઞાસાનું બીજ વાવ સિદ્ધાચલજીનાં છ'રિ પાલિત સંઘમાં અધ્યયનનાં અંકુરરૂપે પ્રગટયું અને એ અધ્યચનમાં જ પૂજ્યશ્રીની પ્રેરણાનાં પીયૂષ સિંચાયા ને આજે પુસ્તક પ્રકાશનારૂપે ફલિત થઈ રહ્યું છે . આનંદની વાત તે એજ કે પરમ પવિત્ર તીર્થાધિરાજની પાવન સાનિધ્યમાં પ્રારંભેલ પઠનયાત્રા એજ તીર્થાધિરાજમાં પુસ્તક પ્રકાશનનાં પગથારે પહોંચી રહી છે.
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy