________________ છે. 9 ( ધર્મકથાઓ શા માટે ? ધર્મ જ કલ્યાણ કરનારો છે. ધર્મ ને જાણનારો ધર્મ કરે છે. અને ધર્મને તે જાણે છે કે જે શ્રી સર્વજ્ઞ પરમાત્માએ કહેલી ધર્મકથાને મધ્યસ્થભાવે અને કુશલપણે સાંભળે છે તે જણાવી ધર્મકથાને કહેવાનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. વિચારો કે ધર્મકથા મહાપુરુષોએ લખી, તે શા માટે? અને મહાપુરુષોએ લખેલી ધર્મકથાને અમે કહીએ છીએ તે પણ શા માટે? એજ માટે કે આ સાંભળીને સૌ કોઈ ધર્મને જાણે અને ધર્મને જીવનમાં ઉતારે. સીધેસીધું તત્ત્વનું સ્વરૂપ સમજનારા વિરલ આત્માઓ જ હોય છે. જ્યારે કથા દ્વારા તત્ત્વ સમજવામાં સુલભતા રહે છે. પણ કથા કહેવાનો અને સાંભળવાનો હેતુ, કહેનાર અને સાંભળનાર, બરાબર જાળવે તો. કથા ભાટ જેવી પ્રણ નહિ થવી જોઈએ અને ભટ જેવી પણ નહિ થવી જોઈએ એક હસાવું અને એક લોભાવે, કથા તો તત્ત્વજ્ઞાની એ કહેલી અને તત્ત્વજ્ઞાનને પંમાડનારી હોવી જોઈએ. ધર્મકથા તે. કે જે વસ્તુને વસ્તુગતે સમજાવે. તમે કેવળ કથાના રસીયા ન બનો અને ધર્મના રસીયા બનો. તો કથામાં પણ તત્ત્વજ્ઞાનની રેલમછેલ થાય. ધર્મની કથા એટલે સંવેગરસથી ઝીલતી કથા યોગ્ય શ્રોતાઓ એ કથાનું શ્રવણ કરતા કરતા પણ સંવેગરસમાં ઝીલે. ત્યારે વાત એ છે કે ધર્મગુણ પમાય. એમાં જ કથા શ્રવણની સાર્થકતા છે. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા (-સિરિમઈ સમરાઈથ્ય કહા ભા-૧) जसमाराधक थश्रेणि क्रमांक नपंच प्रस्थान सूरिमंत्र શ્રી સ્મૃતિમંદિર પ્રકાશન ટ્રસ્ટ- અમદાવાદ