________________
सिरि हिओषपसमाला
कह हीरइ तस्स जीयं, जीवंते जम्मि जियइ जियलोओ। जं चउसु-या समेसु, गुरुंति मन्नंति दंसणिणो ॥३३५॥ निग्गंथा वि हु मुणिणो, छत्तच्छाया जस्स निवसंता । उवसंत-चित्ततावा, पावाण कुणंति निग्गहणं ॥३३६।। तम्हा रायविरुद्धं, विद्धंसिय-धम्म-कम्मसंबंधं । न कयाइ कुसलबुद्धी, बुद्धीइ वि संपहारिति ॥३३७॥ लोउ जणुत्ति वुच्चइ, पवाहरूवेण सासयसरूवो । तस्सायार-विरुद्धं, लोय-विरुद्धं तु विन्नेयं ॥३३८॥ वज्जेइ तं पि कुसलो, अ-सिलोगकरं सया सयायारो ।
सारो इमो वि धम्मस्स, जेण जिणसासणे भणिओ ॥३३९॥ દરેક દર્શનકારે જેને ચાર આશ્રમના ગુરૂ તરીકે માને છે, અને જે જીવતે છતે જીવલોક જીવે છે, તેવા રાજાનું જીવિત કેમ હરી લેવાય? ૩૩૫
જેઓના ચિત્તના સંતાપ ઉપશાન્ત થઈ ગયા છે એવા નિર્ચથસાધુઓ પણ જેને રાજ્યમાં રહીને સંયમ તથા તપની સુંદર આરાધના કરી, પાપ કર્મોનો નિગ્રહ કરે છે એવા રાજાનો દ્રોહ કરાય જ કેમ ? ૩૩૬
તેથી કરીને ધર્મ અને વ્યાપારાદિ કાર્યોના સંબંધનો નાશ કરનાર રાજ્યવિરૂદ્ધ કાર્યને કુશળ બુદ્ધિવાળા માનવીએ ક્યારેય પણ પોતાની બુદ્ધિમાં સ્થાન આપવું જોઈએ નહિ. રાજયવિરૂદ્ધ કાર્ય કરનાર ધર્મનું આરાધન શી રીતે કરી શકે ? અને ધનાદિને પણ શી રીતે પ્રાપ્ત કરી શકે ? ૩૩૭ લેકવિરૂદ્ધકાર્યને ત્યાગ :
જન=માનવસમૂહને લોક કહેવાય છે. એ લોક પ્રવાહથી શાશ્વત સ્વરૂપવાળે છે. તેમાં પણ જે શિષ્ટ લેકે છે, તેમના આચારથી વિરૂદ્ધ કાર્ય કરવું તે લોકવિરૂદ્ધ કાર્ય કહેવાય. ૩૩૮
સમ્યક પ્રકારના આચારવાળા માનવીએ અપયશને કરનારા એવા લેકવિરૂદ્ધકાર્યનું સદા માટે વર્જન કરવું જોઈએ. લેકવિરૂદ્ધ કાર્યના વજનને જૈનશાસનમાં ધર્મના સાર તરીકે વર્ણવ્યું છે. ૩૩૯