________________
[૮] પરમપકારી શ્રીજિનેશ્વર દેવોએ દ્રવ્યોપકાર અને ભાવપકાર કે વિશિષ્ટ પ્રકારને કર્યો તે દષ્ટાંત દ્વારા જણાવ્યું છે. જો કે જડ પ્રાયઃ વાદળ, નદી, વૃક્ષો, અગ્નિ, વાયુ આદિ પદાર્થો અનેક કષ્ટ સહન કરીને જગત ઉપર વિશિષ્ટ ઉપકાર કરે છે તો પછી ચૈતન્યગુણવાળા મનુષ્ય કેવો ઉપકાર કરવો જોઈએ ? આ સ્થળમાં ટીકાકારે પણ સમાધાન કરતાં જણાવ્યું છે કે–આ તો કવિઓની કલ્પના જ છે. વાસ્તવિક રીતે તે વાદળ વગેરેને જગત ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ હોતી નથી, પણ તેમની તે તે પ્રવૃત્તિઓ તેવા પ્રકારના વિકસા પરિણામથી જ થાય છે. પરંતુ કવિઓ એ સર્વની સુખકારી સ્થિતિ જોઈને તેઓ જાણે જગત ઉપર ઉપકાર કરતા હાય તેવી ઉબેક્ષા કરે છે. (ગાથા ૨૩૧ થી ૨૬૮)
સાતમા ઉચિતઆચરણ ગુણનું વર્ણન કરતાં આઠ પ્રકારના ઉચિત આચરણ બતાવ્યા છે. ૧-માતા-પિતા, ર–ભાઈ, ૩–પત્ની, ૪-પુત્ર, પ–સ્વજન, ૬ધર્માચાર્ય, ૭–નાગરિકજને અને ૮-પરતીથિઓ પ્રત્યે કેવું ઉચિત આચરણ કરવું જોઈએ એ વાતને છણાવટ કરીને સુંદર રીતે સમજાવી છે. વર્તમાનમાં જ્યારે ઉચિત આચરણ ઘટી રહ્યું છે, ત્યારે આ વિષય વર્તમાન કાળના જીવો માટે ઘણો જ માર્ગદર્શક અને ઉપકારક નિવડે તેમ છે. આથી આ વિષયને શાંતચિત્તથી મનનપૂર્વક વાંચવો જરૂરી જણાય છે. (ગાથા ૨૬૯ થી ૩૧૯)
આઠમા દેશાદિવિરૂદ્ધત્યાગ નામના ગુણના વર્ણનમાં. ૧-દેશવિરૂદ્ધ, ૨-રાજ્ય વિરૂદ્ધ, ૩–લેકવિરૂદ્ધ, અને ૪–ધર્મવિરૂદ્ધ એમ ચાર પ્રકારના વિરૂદ્ધ કાર્યોની વિગતવાર સમજ આપી છે અને તેના દ્વારા થતા અહિતનું વર્ણન કરીને તેને ત્યાગ કરવાને ઉપદેશ આપ્યું છે. (ગાથા ૩ર૦ થી ૩૫૯) ,
નવમા આત્મોત્કર્ષ–ત્યાગ નામના ગુણનું વર્ણન કરતાં આત્મત્કર્ષને (અભિમાન-આપબડાઈને) આધીન થયેલા આત્માની માનસિક અવસ્થા અને બાહ્ય વ્યવહાર વગેરે ક્વા હોય છે, તેથી તેના આત્માને આજીવનમાં અને પરલોકમાં કેવું નુકસાન થાય છે તે જણાવ્યું છે.
તમે ગર્વ શાન કરે છે ? તમે ગર્વ કરવા જેવું એવું શું કર્યું છે,”? ઇત્યાદિ કહ્યા બાદ જણાવે છે કે આત્મોત્કર્ષ દોષ આત્માએ આદરેલી આવશ્યક ક્રિયાઓ, વીરાસન આદિ કાયફલેશ, શ્રુતજ્ઞાન, શીલ, તપ, જાપ, આદિ ધર્માનુષ્ઠાતેને નિષ્ફળ બનાવે છે. (ગાથા ૩૬૦ થી ૩૭૬)
એક બહુ જ સુંદર વાત રજુ કરતાં કહ્યું છે કે-ચતુર માણસ “આ નિંદક છે એવા કલંકથી બચવા ભલે પરનિંદા ન કરતા હોય, પણ કુશળતાપૂર્વક જે તેઓ