________________
[૭] "
વિતરાગ એવા શ્રી અરિહંતદેવોએ સ્થાપેલે શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંધ ખરેખર વિરાગ ગુણના પ્રતાપે વિશ્વમાં શોભી રહ્યો છે. (ગાથા ૧૭૦ થી ૧૮૪)
ત્રીજા તપગુણનું વર્ણન કરતાં લખ્યું છે કે-શીલધર્મ પણ તે જ પાળી શકાય કે જે જીવનમાં તપગુણ હોય આ તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકાર બતાવ્યા છે. શુભ પરિણામથી તે અનિકાચિત કર્મોને ક્ષય થાય છે પણ તપનું આચરણ કરવાથી તે નિકાચિત કર્મોને પણ ક્ષય થાય છે. તપ કરવાથી અમંગળ–વિઘો નાશ થાય છે, ઈન્દ્રિયેનું નિયંત્રણ થાય છે અને દેવ પણ વશ થાય છે, તથા આમષ ષધિ વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
આવા અનુપમ તપધર્મને શ્રી તીર્થકરદેવોએ પિતાના જીવનમાં આચર્યો છે અને જગતના જીવોને તેને ઉપદેશ આપે છે. આ તપધ” રાગાદિ ભાવષોને નાશ કરનાર હોવાથી એને આદરપૂર્વક જીવનમાં આવવો જોઈએ. (ગાથા ૧૮૫થી૧૯૮)
ચોથા ભાવધર્મનું વર્ણન કરતાં જણાવ્યું છે કે–ભાવ વિનાના દાન, શીલ, અને તપ એ ત્રણેય કષ્ટાનુષ્ઠાનરૂપ બને છે અને પશુઓના કષ્ટભેગની જેમ અકામ નિર્જરા જ કરાવે છે.
કરડે જન્મમાં કરેલા તપથી જે કર્મોને ક્ષય નથી થતું, તે કર્મોને ક્ષય ભાવધર્મ દ્વારા ક્ષણાર્ધ-અધીક્ષણમાં થાય છે. સંસારનું કે મોક્ષનું, આશ્રવનું કે સંવરનું મુખ્ય કારણ ક્રિયાઓ નથી પણું શુભાશુભ ભાવ છે. ઇત્યાદિ જણાવીને ભાવધર્મને મહિમા ગમે છે. (ગાથા ૧૯૮ થી ૨૧૧)
પાંચમા વિનયગુણનું વર્ણન કરતાં લૌકિક અને લેકેત્તર એમ બે પ્રકારના વિનય દર્શાવીને લૌકિક વિનયમાં ૧- કપચાર વિનય, ૨-ભય વિનય, ૩–અર્થ વિનય અને ૪–કામવિનયનું સુંદર વર્ણન કર્યું છે. અને પાંચ પ્રકારના લેકેર વિનયમાં ૧-જ્ઞાન વિનય, ૨-દર્શન વિનય, ૩ચારિત્ર વિનય, તપ વિનય અને ૫–ઉપચારવિયનું સુંદર વર્ણન કર્યું છે. શાશ્વત સુખના અભિલાષી આત્માઓ જ મુખ્યતયા લોકોત્તર વિનયના અધિકારી છે.
વિનયને શત્રુ માન કષાય હોવાથી માન કષાયને વિજય કરનારો આત્મા જ વિનયગુણની પ્રાપ્તિ–પાલન અને પરિવર્ધન કરી શકે છે.
“માનાદિ કષાયે સંસારનું મૂળ છે અને ઉચિત સ્થાનમાં કરાયેલે વિનય મેક્ષનું મૂળ છે.” ઇત્યાદિ વાત જણાવી છે. (ગાથા ૨૧૨ થી ૨૩૦)
" પેરેપકાર નામના છઠ્ઠા ગુણનું વર્ણન કરતાં કપકાર અને ભાવોપકારનું સરસ વર્ણન કર્યું છે.