________________
[૨૩]
અહીં પ્રગટ કરવામાં આવતા આ દર્શનશુદ્ધિ પ્રકરણને ગુર્જર ભાષાનુવાદ પરમશાસન પ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ, પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી અનંતદર્શન વિજયજી મહારાજે કરેલ છે.
પપૂ મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ત્રીજી “માર્ગ દ્વાત્રિશિકાની બારમી ગાથાની વૃત્તિમાં “ચંત્ય પ્રજરાજસિંચમર્થઃ ' એ રીતે જે આ ગ્રંથને નિર્દેશ કર્યો છે, તે જોતાં પણ આ ગ્રંથનું મહાગ્ય સમજી શકાય છે.
આ ગ્રંથરત્નનું સંપાદન મુખ્યતયા આ. શ્રી દેવભદ્ર સૂરિકૃત વૃત્તિયુક્ત મુદ્રિત પ્રત તથા આ.શ્રી હેમચંદ્રસૂરિ જ્ઞાનમંદિર (પાટણ)ની એક હસ્તલિખિત પ્રતના આધારે કરેલ છે, જેની સંજ્ઞા. હે. રાખી છે. અને મુદ્રિતની સંજ્ઞા મુ. રાખેલી છે. આ ગ્રંથ છપાયા બાદ લા. દ. વિદ્યામંદિરની બે પ્રત પણ જોવામાં આવી. ગાથા૧૪૪/પાટણની ઉપયોગમાં લેવાયેલી હસ્તપ્રતમાં છે, પણ મુદ્રિતમાં નથી. જયારે ગાથા-૧૪પ મુકિતમાં છે, પણ ઉપયોગમાં લેવાયેલી હસ્તપ્રતમાં નથી.
- લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરની ૨૮૬૮૪ નંબરની પ્રતમાં ૧૪૪૨ ગાથા નથી. પણ તે ગાથાની વૃત્તિ છે. તેમ જ ત્યાંની ૧૦૦૫૧ નંબરની પ્રતમાં ૧૪૪/૨ તથા ૧૪૫ એમ બન્નેય ગાથાઓ છે. • • ગાથા–૧૫૩માં ૬ લાઈન છે, તેમાં “ ગુરુ...મછિન્ન” ત્યાં સુધીની એ લાઈન ફક્ત હેપ્રતમાં નથી, બાકી મુદિતમાં છે, તેમ જ લા. દ. વિદ્યામંદિરની બનેય પ્રતામાં પણ છ એ છ પદે છે.
અને પ્રાન્ત..
પાટણ નિવાસિ સ્વાધ્યાયરસિક સુશ્રાવકનંદલાલભાઈ (કાંતિભાઈ)ની વિનંતિથી અને પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી આ બન્નેય ગ્રંથનું સંપાદન કરવાની તક મળતાં આ બન્નેય ગ્રંથરત્નનું વારંવાર અધ્યયન કરવાની અને તેના પદાર્થોને વારંવાર વાળવાની અનુપમ તક મળી છે.
આ બનેય ગ્રંથરત્નોના અધ્યયનથી પ્રારંભિને સંપાદન સુધીની મારી પ્રત્યેક પ્રવૃત્તિઓ પૂર્ણતયા માર્ગસ્થ અને આત્મલક્ષી બની રહે તે માટે પ્રતિપળ મારા આત્માનું રખોપુ કરનાર, મારા પરમ ઉપકારી, માર્ગદાતા, વિશિષ્ટ વિવેકદષ્ટિએ પરમાર્થના જ્ઞાતા, પરમશાસન પ્રભાવક–સંરક્ષક, સુવિશાળ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના તથા
+જુઓ સન્માર્ગદર્શન ભાગ-૨, ઢાળ-૪ ગાથા-૧૦નું વિવેચન.