________________
૧૬૮
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ एगस्स दुण्ह तिण्हव, संखेज्जाण जाव ण पासिउं सक्का । दीसंति सरीराई, पुढवीजियाणं असंखिज्जा ॥२२०॥ आऊतेऊवाउ, एर्सि सरीराणि पुढविजुत्तीए । दीसंति वणसरीरा, दीसंति असंख संखिज्जा ॥२२१॥ बावीस सहस्सा सत्त-सहस्साई तिन्नि अहोरत्ता। वाए तिन्नि सहस्सा, दसवाससहस्सिया रुक्खा ॥२२२॥ संवच्छराणि बारस, राइंदिय हुति अउणपन्नासा । छम्मास-तिन्नि-पलिया, पुढवाईणं ठिइ उक्कोसा ॥२२३॥युग्म।। असंखोस प्पिणि-सप्पिणीउ एगिदियाण चउ ।
चउण्हं ता चेव ऊ, वणस्सईए उ बोधव्वा ॥२२४॥ પૃથ્વીકાયના એક, બે, ત્રણ-ચાવતું સંખ્યાતા છનાં શરીર એકઠાં થાય તો પણ તે જોઈ શકાતા નથી, પણ ભેગાં થયેલા અસંખ્યાતા શરીરે આપણને દેખાય છે. ૨૨૦
પૃથ્વીકાયની જેમ અપૂકાય તેજસુકાય અને વાયુકાય એ ત્રણેયનાં અસંખ્યાતા શરીરે ભેગાં થાય ત્યારે જ દેખાય છે, તથા વનસ્પતિકાયના જીવો અસંખ્યાતા શરીરે ભેગાં થાય તો પણ દેખાય છે અને સંખ્યાતા શરીર હોય તો પણ દેખાય છે. ૨૨૧
પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે, અપકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું છે, અગ્નિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રનું છે, વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે, વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ હજાર વર્ષનું છે, બેઈન્દ્રિયજીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું છે, તેઈન્દ્રિયજીનું ઓગણપચાસ અહેરાત્રિનું છે, ચતુરિન્દ્રિયજીવનું છ મહિનાનું છે અને પંચેન્દ્રિય પ્રાણીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. આ પ્રમાણે પૃથ્વીકાયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ સિદ્ધાંતમાં કહી છે. રરરરર૩
પૃથ્વી આદિ ચાર એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય ઉત્સપિણું-અવસર્પિણ છે, અને વનસ્પતિ કાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણ છે. ર૨૪ 1 ક માતા છે. |