________________
[૧૮]
જે આત્મા એકવીશ ગુણોથી યુક્ત હોય તે જ આ દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મને અધિકારી છે માટે એકવીશ ગુણ પણ નામપૂર્વક જણાવ્યા છે. (ગાથા ૬૧ થી ૮)
ત્રીજ માર્ગતત્વનું નિરૂપણ કરતાં માર્ગ–પ્રાપ્તિની દુર્લભતા વર્ણવીને શાસ્ત્રનિરપેક્ષ બનેલા સાધુજનની ઉન્માર્ગ પ્રવૃત્તિ અને ઉન્માર્ગોપદેશ તરફ અંગુલી-નિર્દેશ કર્યો છે. તેમાંથી કેટલીક વિગત નીચે મુજબ છે –
૧-સાધુને પણ જિનમંદિર કરવાનો અધિકાર છે, ૨–સાધુને દેષિત પણ વસ્ત્ર, પાત્ર, આહાર, પાણું આદિ આપવાં, ૩–સુવિહિત મુનિઓ પાસે વ્રતાદિ લેનારને રેકવા,
૪–જિનમંદિર તથા જિનબિંબ બનાવવા અને જિનપૂજા કસ્વાને સાધુને અધિકાર છે,
પ-જિનમંદિરમાં નિવાસ કરવો. ઈત્યાદિ.
ઉપરોક્ત ઉન્માર્ગ-પ્રવૃત્તિ કેટલી અહિતકર અને અયોગ્ય છે, તે વાતને યુક્તિ અને ઉક્તિ દ્વારા સમજાવીને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની વાત કરતાં જણાવ્યું છે કે દ્રવ્યસ્તવને અધિકારી શ્રાવક જ છે, પણ સાધુ નહીં. સાધુ તે ભાવસ્તવને જ અધિકારી છે. સર્વ સાવદ્યાગની પ્રતિજ્ઞા કરીને કોઈપણ બહાનાથી દ્રવ્યસ્તવ કરનાર સાધુ ખરેખર મૂઢ છે. ભાવસ્તવમાં જ દ્રવ્યસ્તવને સમાવેશ થઈ જાય છે, તે છતાં જેને દ્રવ્યસ્તવ કરવાનું મન થાય છે તેવા સાધુને પરમાર્થથી મુક્તિમાર્ગનું જ્ઞાન જ નથી, એમ કહી શકાય. (ગાથા ૬૦ થી ૮૬)
શાસ્ત્રમાં આવતા અપવાદિક વિધાનને આગળ કરીને વ્યસ્તવની પુષ્ટિ કરવા ઈના સાધુઓને પણ સારી રીતે સમજાવીને દ્રવ્યસ્તવ તથા ભાવસ્તવના વિષયને ઉપસંહાર કરતા જણાવ્યું છે કે-“જે આત્મા તપ અને સંયમમાં ઉદ્યમશીલ હોય તે આત્મા જ ચિત્ય, કુલ, ગણ, સંધ, આચાર્ય, પ્રવચન અને શ્રતના વિષયમાં જે સમયે જે કાર્ય ઉચિત હોય તે સમયે તે કાર્ય કરવાને અધિકારી છે, પણ બીજે નહિ.” એમ જણાવીને જે કઈ શિથીલ હોય તે પિતની શિથીલતાને ધર્મના ઓઠા નીચે છુપાવવા ઈચ્છતા હોય તે તેને આ પ્રમાણે સન્માર્ગ દર્શાવવાને પ્રયત્ન કર્યો છે. (ગાથા ૮૫ થી ૮૮)
કેટલાક ભવાભિનંદી આત્માઓ “શ્રાવકે સમક્ષ સૂમ પદાર્થોનું કથન ન થાય તેમ જે જણાવે છે તે વાત કેટલી નિર્બળ અને અનુચિત છે તેને શ્રી ભગવતી સૂત્રને પાઠ આપીને સ્પષ્ટ જણાવ્યું છે. (ગાથા ૮૯ થી ૯૨)