________________
[૧૭] ગ્રંથકારશ્રીએ પ્રારંભમાં મંગલાચરણ કરીને સંક્ષેપથી સમ્યગ્દર્શનના સ્વરૂપને રજુ કરવાની પ્રતિજ્ઞા કરીને સંક્ષેપ કથનને હેતુ દર્શાવ્યું છે.
સમ્યક્ત્વના સ્વરૂપને જણાવતાં એક વાત એ કરી છે કે–દેવ, ધમ, માર્ગ, સાધુ અને જીવાદિનવ તસ્વરૂપ પાંચ તત્તવોની યથાર્થ શ્રદ્ધાને ધારણ કરવી તેને સમ્યક્ત્વ કહેવાય છે. આ પાંચ તત્તની વિપરીત શ્રદ્ધા કરવી તેને મિથ્યાત્વ કહેવાય. સામાન્ય રીતે અન્યત્ર દેવ, ગુરૂ અને ધર્મ એમ ત્રણ તત્વોની વાત આવે છે જ્યારે અહીં માર્ગ અને જીવાદિ તત્વ આ બેયને પણ તત્વ તરીકે જણાવ્યાં છે અને એ પાંચેય તો ઉપર શ્રદ્ધા કરવી તેને સમ્યક્ત્વ કહ્યું છે. એ અહીં વિશેષતા છે. અન્યત્ર તે ત્રણ તત્વમાં કહેલ ત્રીજા ધર્મતત્વમાં અંતિમ બે તને સમાવેશ થઈ જાય છે. અહીં આ પાંચેય તનું નિરૂપણ વિસ્તારથી કરવામાં આવ્યું છે. (ગા. ૧ થી ૫)
પહેલા દેવ—તત્વનું નિરૂપણ કરતાં, શ્રી તીર્થ કરના આઠ મહાપ્રાતિહાર્ય તથા. ચેત્રીશ અતિશયથી શોભંતા અને અઢાર દેષથી વર્જિત એવા શ્રી અરિહંત પરમાત્મા હોય છે. તેમના અરિહંત, અરુહંત અને અરહંત એ ત્રણેય નામની યથાર્થ વ્યાખ્યા કરીને તેઓનું નમસ્કાર, વંદન, સ્તવ, પૂજન, અને ધ્યાન કરવાને ઉપદેશ આપે છે. આવા દેવને સુવર્ણ તુલ્ય અને અન્ય દેવને પિત્તળ જેવા જણાવી સુવર્ણ–પિત્તળને સમાન માનવાથી બચવાને ઉપદેશ આપ્યા છે. (ગાથા ૬ થી ૧૫).
શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ માટે જિનમંદિરનું નિર્માણ અને તેની વિધિ દર્શાવીને તેને અધિકારી શ્રાવકના સાત ગુણે દર્શાવ્યા છે. (ગાથા ૧૬ થી ૨૧)
ત્યારબાદ જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ, અષ્ટપ્રકારી પૂજ, વિધિનું મહત્વ, વંદન–વિધિ, પાંચ અભિગમ, દશત્રિક, આશાતનાનું વર્જન, આદિ જણાવીને દેવદ્રવ્યના રક્ષણ અને ભક્ષણ કરનારને થતા લાભ-હાનિનું વર્ણન કર્યું છે. દેવદ્રવ્યની રક્ષા માટે સાધુની તથા શ્રાવકની જવાબદારી ઉપર ભાર મૂકતાં જે કોઈ સાધુ કે શ્રાવક શક્તિ હોવા છતાં દેવદ્રવ્યને વિનાશ થાય ત્યારે ઉપેક્ષા કરે, તેને અનંત સંસાર વધે છે અને જે કોઈ રક્ષા કરે તેને સંસાર અલ્પ થાય છે, યાવત, તીર્થકરપણું પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું છે. (ગાથા ૨૨ થી ૬૧)
બીજ ધર્મતત્વનું વર્ણન કરતાં સામાન્ય રીતે ધર્મની વ્યાખ્યા કરી શ્રાવકના બાર વ્રતને નામોલ્લેખ કરી દશ પ્રકારના યતિધર્મનાં નામ દર્શાવ્યાં છે.
આવા ધર્મને પામનારા આત્માઓ સદાય અલ્પ હોય છે, કારણ કે તેને માટે વિશિષ્ટટિની યેગ્યતા–અધિકાર અનિવાર્ય છે.