________________
ઉપર
દર્શનશુદ્ધિપ્રકરણ-સભ્ય પ્રકરણ
तिन्नि वि रयणइ देइ, गुरु सुपरिपक्खियइ न जस्सु । सीसहसीसु हरंतु, जिह सो गुरु वइरि उ तस्सु ॥ सो गुरु वइरि उ तस्सु, इत्थु संदेहु न किज्जइ। सीसह सीसु हरंतु, जे नरु नर भणिज्जइ ॥ सुपरिपक्खियइ न जस्सु, सच्च संसउ मणिछिन्निवि । देइ सुदेव-सुधम्म-सुगुरुरयणाइ तिन्निवि ॥१५३॥ सो जि. धम्म सचराचर जीवहदयसहिओ। सो गुरु जो घर-घरणि-सुरयसंगमरहिओ ॥ इंदियविसयकसाइहिं देवु जु मुक्कमलु । एहु लेहु रयणत्तउ चिंतियदिन्नफलु ॥१५४॥ : देवं गुरुं च धम्मं च, भवसायस्तारयं । गुरुणा सुप्पसन्नेण, जणो जाणइ णिच्छियं ॥१५५॥
જે ગુરૂ સારી પરીક્ષા કર્યા વિના જ શિષ્યને રત્નત્રયી આપે છે, તે ગુરૂ તે શિષ્યના ભાવ મસ્તકનો છેદ કરે છે માટે તે ગુરૂ તેને વૈરી છે એમાં સહેજ પણ શંકા કરવી ન જોઈએ. જે ગુરૂ શિષ્યના સાચા સંશયને પરીક્ષા કરીને છેદ્યા વિના જ શિષ્યને સુદેવ આદિ રત્નત્રયી આપે છે, તે ગુરૂ માણસ હોવા છતાં વાનર જેવા કહેવાય છે. ૧૫૩
સચરાચર એવા આ જગતમાં રહેલા છેપ્રત્યે જે ધર્મમાં દયા બતાવી હોય, તે જ વાસ્તવિક ધર્મ કહેવાય, જે ઘર-પત્ની-કામક્રિીડા અને સર્વ પદાર્થના સંગથી વિરહિત હોય તે જ ગુરૂ કહેવાય, વળી જે ઈન્દ્રિય-વિષય-કષાય આદિથી રહિત તથા કર્મો રૂપી મળથી મુક્ત થયા હોય તે જ સાચા દેવ કહેવાય, આ ત્રણેય રત્નો ચિંતિત ફળને આપનારાં છે. ૧૫૪
સુપ્રસન્ન એવા ગુરૂદ્વારા જ સઘળા ય લોકો ભવસાગરથી તારનારા દેવ-ગુરૂ અને ધર્મના સ્વરૂપને નિશ્ચિતરૂપે જાણે છે. ૧૫૫ 1 યાદ છે. 2 સુવિમલ ન ન દે. 3 નદ નરિરિ મળિ 1 = 4 “શો ... મણિકર તવાન પર છે. મળે નતિ ! ! !