________________
૧૦૬
શ્રી હિતોપદેશમાળા
खणमित्ततित्तिहेउस्स, कह णु खुद्दस्स भोयणस्स कए । पिल्लिज्ज पिंडसमिई, संजम-संजीवणिं विउसो ॥४७७॥ खडंति पिंडसोहिं, छुहवेयण-विहूरिया वि जे कीवा । दुग्गोवसग्ग-वियणा-विणिवाए का गई तेसिं ? ॥४७८॥ रसगारवम्मि गिद्धा, मुद्धा हारंति तुच्छ-सुह-लुद्धा । दिव्वाइं सुहसयाई, अच्छरगणघणसिणेहाई ४७९॥ तम्हा सइ संथरणे, चइज्ज पिंडेसणं न मणसा. वि । રા ય ચર્સથર, કgm કહgli ૪૮ળા दह्र दिट्ठीइ पमज्जिऊण, रयहरणमाइणा सम्मं ।
आयाणसामइ-समिया, गिहति मुयंति उवगरणं ४८१॥ ક્ષણમાત્ર તૃપ્તિ કરનારા તુચ્છ ભજન માટે શ્રીજિનપ્રવચનમાં કુશળ એવા સાધુ, સંયમ ધર્મને જીવંત રાખનારી એષણાસમિતિને શા માટે પીડે ? અર્થાત્ દોષિત આહારાદિ વાપરીને એષણા સમિતિના નાશ શા માટે કરે ? ૪૭૭
જે અલ્પ સત્વવાળા સાધુઓ માત્ર સુધાવેદનીયકર્મને આધીન થઈને એષણા સમિતિનું ખંડન કરવા તૈયાર થાય છે, તેઓને જ્યારે ભયંકર ઉપસર્ગો અને તીવ્રવેદનાઓ પીડશે, ત્યારે તેમની સ્થિતિ કેવી થશે? ૪૭૮
રસગારવમાં આસક્ત બનેલા, અને તુચ્છ એવા સાંસારિક સુખમાં લુબ્ધ બનેલા, મુગ્ધમતિવાળા સાધુઓ, અપ્સરાના ગાઢ નેહથી ભરપૂર એવાં દેવલોકનાં સેંકડો સુખને હારી જાય છે. ૪૭૯ - તેથી નિર્દોષ આહાર વડે નિર્વાહ થઈ શકે તેમ હોય, તો વચન અને કાયાથી તે શું? પણ મનથી પણ એષણા સમિતિનો ભંગ કરે નહી. નિર્દોષ આહારાદિ ન મળતાં જે નિર્વાહ થઈ શકે એમ ન હોય, તે શાસ્ત્રમાં બતાવેલ જયણા પૂર્વક યથાયોગ્ય રીતે અલ્પ અલ્પ દેષવાળા આહારને ગ્રહણ કરીને નિર્વાહ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૪૮૦ ૪–આદાનનક્ષેપ સમિતિ :આ આદાન-નિક્ષેપ સમિતિને પાળનારા જે સાધુઓ દષ્ટિથી સારી રીતે જોઈને તથા રજોહરણથી પૂજીને ઉપકરણોને ગ્રહણ કરે અને મૂકે, તેને આદાનનિક્ષેપ સમિતિ કહેવાય છે. ૪૮૧