________________
૧૦૪
શ્રી હિતોપદેશમાળા नणु कहमुवउत्ताण वि, च्छउमत्थमुणीण सुहुमजियरक्खा है। सच्चं तह वि न वहगा, उवओगपरा जओ भणियं ॥४६७॥ उच्चालियंमि चरणे, इरियासमियस्स संकमट्ठाए । वावज्जेज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥४६८॥ न य तस्स तन्निमित्तो, बंधो सुहुमो वि देसिओ समए । अणवज्जो उवओगेण, सव्वभावेण सो जम्हा ॥४६९॥.. भय-हास-कोह-लोहेहिं, विरहियं निउणबुद्धिसंठवियं । सियवायमणुप विटुं, भासं भासंति तस्समिया ॥४७०॥ कुणमाणो धम्मकहं, सुहुमेसु वि समयसारवत्थुसु । भासासमिओ सम्मं, न छलिज्जइ वितहवाएण ॥४७१॥ પ્રશ્ન :-ઈર્યાસમિતિમાં ઉપગવાળા એવા પણ છદ્મસ્થ મુનિઓ દષ્ટિગોચર ન થાય, તેવા સૂક્ષ્મ જીવોની રક્ષા શી રીતે કરી શકે ?
ઉત્તર–આ વાત સાચી છે, પરંતુ ઈર્યાસમિતિમાં ઉપગવાળા સાધુથી કદાચ સૂક્ષ્મ જીવની હિંસા થઈ જાય, તો પણ તે હિંસક ગણાતું નથી. એથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે-ઈર્યાસમિતિમાં પૂરા ઉપ
ગવાળા સાધુએ ચાલવા માટે પગ ઉપાડા હોય અને અચાનક એ વખતે એના પગ નીચે કુલિંગી, ખિસકોલી વગેરે જીવે આવીને મરી જાય છે, તેના નિમિત્તે મુનિને સૂકમ કર્મનો બંધ પણ થતું નથી. કેમકે સાધુ સંપૂર્ણ ઉપયોગવાળો હોવાથી નિર્દોષ છે. ૪૬૭થી ૪૬૯.
૨-ભાષાસમિતિ –
ભય, હાસ્ય, ધ અને લોભથી રહિત, પૂર્વાપરમાં વિસંવાદ વગરની, નિપુણ બુદ્ધિથી સંસ્થાપિત, બેલતાં પહેલાં “આ આમ જ છે” એ પ્રમાણે ચિત્તમાં નિશ્ચિત કરાયેલી, અને સ્યાદવાદમાં પ્રવેશ પામેલી જે ભાષાને મુનિઓ બોલે છે, તે ભાષાસમિતિ કહેવાય છે. ૪૭૦ - સમ્યગ્ન પ્રકારે ભાષાસમિતિનું પાલન કરનાર સાધુ, સિદ્ધાન્તના સારભૂત સૂકમ વસ્તુઓના વિષયમાં પણ ધર્મકથાને કરે, તે પણ તેનાથી વિતથવાદ અયથાર્થ પ્રરૂપણ થતી નથી. ૪૭૧