________________
सिरि हिओषपसमाला
૧૦૩
उच्छिदिऊण गिहवास-पासमइनिसियतवकिवाणेण । - धना अप्पडिबद्धा, विहग व्व महीइ विहरंति ॥४६२॥ तम्हा महव्वयाई, लद्धं कहकहवि पुनजोएण । पालिज्ज पयत्तेणं, रयणाई रोरपुरिसुव्व ॥४६३।। एयं च वयसरीरं, लालिज्जइ जाहिं सुट्ठ अणवरयं । अट्ठप्पवयणमायाउ, ताउ लेसेण सीसंति ॥४६४॥ રૂરિયા–મસા–સા–શારાપુ–સસરા નામ જોવા समिईओ पंच मण-चयण-कायगुत्तित्तयं ताओ ॥४६५॥ इरियासमियाण भवे, परिमलिय-पहाम्म-मिहर-कर पुढे ।
अणवज्ज कज्ज-मासज्जा, गमणमेगग्गमणनयणं ॥४६६॥ તપધમ રૂપ અતિતીણ તલવારથી ગ્રહવાસનાં બંધનોને છેદીને. પ્રત્યેક વસ્તુ પ્રત્યેના રાગથી નિર્લેપ બનેલા ધન્ય એવા મુનિઓ પૃથ્વીતળ ઉપર પંખીની જેમ મુક્ત રીતે વિહરે છે. ૪૬૨
જેમ દરિદ્ર પુરૂષ પુર્યોદયથી દુર્લભ એવા ચિંતામણિ આદિ રનોને પામીને તેનું પ્રયત્ન પૂર્વક જતન કરે છે, તેમ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલાં આ મહાવ્રતોને પામ્યા પછી સુદઢ પ્રયત્ન દ્વારા તેનું જતન કરવું જોઈએ. ૪૬૩.
અષ્ટપ્રવચન માતા –જે આઠ પ્રવચનમાતાઓ, આ પાંચ મહાવ્રતરૂપી શરીરનું હમેશને માટે અત્યંત સારી રીતે લાલન પાલન કરે છે, તે આઠ પ્રવચન માતાઓનું હવે ટુંકમાં વર્ણન કરશું. ૪૬૪
ઈસમિતિ–૧, ભાષાસમિતિ–૨, એષણાસમિતિ–૩, આદાન-નિક્ષેપ સમિતિ–૪ અને પારિષ્ઠાપનિકા સમિતિ–૫, આ પાંચ સમિતિ કહેવાય છે. તથા મનગુણિ–૧, વચનગુમિ-૨, અને કાયગુપ્તિ-૩, આ ત્રણ ગુપ્તિઓ. કહેવાય છે. ૪૬૫
૧–ઈસમિતિ-ઈર્ષા સમિતિને ધારણ કરનારા મુનિઓ જ્ઞાનદર્શન અને ચારિત્રનું કોઈ આવશ્યક કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે ત્રણ અને સ્થાવર જીવોની રક્ષા કરવા માટે લોકોના ચાલવા દ્વારા અને સૂર્યનાં કિરણથી સ્પર્શાવેલા માર્ગમાં મનની અને આંખની એકાગ્રતાપૂર્વક જોતાં જતાં ગમન કરે, તેને ઈસમિતિ કહેવાય છે. ૪૬૬