________________
શ્રી હિતોપદેશમાળા
-
खित्ताइ हिरबाई धणाइ दुपयाइ कुप्पमाणकमो । । ગાય-વાધન-
સામર્દ ને ગુરૂ ૪૨રૂા. ચીજ પર મૂછ કરવી એ સૂમપરિગ્રહ કહેવાય, અને ધન, ધાન્યાદિ નવ પ્રકારને સ્થૂલ પરિગ્રહ કહેવાય, તે બન્નેનું પરિમાણ કરવું એ પરિગ્રહ પરિમાણવ્રત કહેવાય. ૪૨૨ પાંચમાં અણુવ્રતના અતિચારે :- ક્ષેત્રાદિ, સુવર્ણાદિ, ધનાદિ, દ્વિપદાદિ, રુપ્યાદિ, આ પાંચ વસ્તુઓમાં જે સંખ્યાદિ પ્રમાણનો નિયમ કર્યો હોય તેનું જન-૧, પ્રદાન-૨, બંધન-૩, કારણ-૪ અને ભાવ–૫, એ પાંચ વડે ઉલ્લંઘન કરવું એ પાંચ અતિચારોનું પાંચમા વ્રતમાં વર્જન કરવાનું હોય છે.
જન=ક્ષેત્ર, વાસ્તુ વગેરેનું સંયોજન કરે, જેમ અમુક પ્રમાણમાં ખેતર, ઘર વગેરે રાખવાનો નિયમ કર્યો હોય, પછી બીજું મેળવવાની ઈચ્છા થાય “મારે નિયમ ન ભાંગી જાય” એ વિચારથી પિતાની બાજુનું ખેતર અથવા ઘર લઈ વાડ કે ભીંત તોડી બનેને એક ખેતર કે એક ઘર બનાવવું તે. આમાં ધારેલી સંખ્યાનું ઉલ્લંઘન ન થવાના કારણે વ્યવહા૨ નયથી વ્રતનો ભંગ ન થાય, પણ પરિગ્રહમાં પ્રમાણ વધવાના કારણે નિશ્ચય નયથી તે વ્રતને ભંગ જ થાય છે, માટે ભંગાભંગ રૂ૫ અતિચાર છે-૧,
પ્રદાન પોતાના નિયમ કરતાં અધિક સુવર્ણાદિની પ્રાપ્તિ થતાં પોતે રાખે તે નિયમ ભંગ થાય; માટે બીજા પાસે રખાવવું, તે પણ અતિચાર કહેવાય.—૨,
બંધન અમુક પ્રમાણમાં ધનાદિનો નિયમ લીધા પછી કઈ દેવાદાર કે ભેટ આપનાર ધનાદિ આપવા આવે ત્યારે પિતાને નિયમ ભાંગે નહી, એ અપેક્ષાથી પિતે ન રાખતાં “મારૂં થોડું ઓછું થયા પછી લઈશ” એમ વિચારી આપવા આવનારને કહે કે “હાલ તું રાખ થોડા દિવસ પછી પહોંચાડજે એમ કહેવું અથવા તે ધનાદિલઈને વસ્ત્રદેરડાદિથી બાંધી થાપણની માફક પિતાના ઘરમાં મુકાવી દેવું, એ પણ અતિચાર છે.-૩,
કારણ–ગર્ભાધાન ગર્ભ ધારણ કરાવે જેમ વર્ષ–બેવર્ષ વગેરે અમુક મુદત સુધી મારે આટલી સંખ્યાથી વધારે. ગાય, ભેંસ વગેરે
*