________________
सिरि हिओवएसमाला
किरिया कायकिलेसो, सुयं च सीलं तवो जवो सयलं । विहलं इक्कपइ चिय, अत्तुक्करिसं वहंतस्स ॥३७६॥ लोयाववायमीरु, निउणो निंदेउ मा परं सक्वा । जइ पयडइ अप्पथुई, ता सो परनिंदओ नूणं ॥३७७॥ परनिंदा पुण भणिया, जिणेहिं जियरागदोसमोहेहिं । कुगइगमणमूलबीयं, सपरेसि कसायहेउत्ति ॥३७८॥ धन्ना विन्नाय हुत्त-तत्तपरिचत्तउक्करिसा । पसमामयरस सित्ता हवंति, सुहिणो भव दुगे वि ॥३७९॥ निरहंकारो वि नरो न, रोचए ताव गुणिसु अप्पाणं ।
जाव समुन्नइहेउं कयन्नुयन्नं न पयडेइ ॥३८०॥ આકર્ષ-અભિમાન ધારણ કરનાર આત્માનું આવશ્યક ક્રિયાઓ, વીરાસન, આતાપનાદિ કાયકર્લેશ, શ્રુતજ્ઞાન, શીલ, તપ, જપ આદિ સર્વ ધર્માચરણ નિષ્ફળ બને છે. ૩૭૬
“અહો ! આ પરગુણ અસહિષ્ણુ છે ! ભયંકર માત્સર્યવાળો છે!” એ પ્રમાણે લોકોના અપવાદથી ડરનાર અને ચતુર એવો માણસ ભલે પરની નિંદા ન કરે, પણ તે જે યુક્તિ પૂર્વક પોતાની સ્તુતિ–પ્રશંસા કરતો હોય તો માનવું કે એ ખરેખર પરનિંદક જ . ૩૭૭ - રાગ-દ્વેષ અને મેહના વિજેતા શ્રી જિનેશ્વર દેએ સ્વ અને પરને કષાયનું કારણ હોવાથી પર–નિદાને દુર્ગતિમાં જવા માટે મૂળ કારણ તરીકે દર્શાવેલ છે. ૩૭૮
તત્ત્વના જ્ઞાતા બની આકર્ષ દષનો ત્યાગ કરનારા, અને પ્રથમ ગુણરૂપ અમૃત રસથી સિંચાયેલા ધન્ય પુરુષ આભવમાં અને પરભવમાં સુખી થાય છે ! ૩૭૯ ૧૦–કૃતજ્ઞ ગુણઃ
અહંકાર વગરને પણ માણસ જ્યાં સુધી સમ્યગ પ્રકારની ઉન્નતિના કારણભૂત કૃતજ્ઞતા ગુણને જીવનમાં પ્રગટ કરતો નથી ત્યાં સુધી એ પોતાને ગુણીઓની ગણનામાં આરોપિત કરી શકતું નથી. એટલે કે તે આમાં ગુણીઓમાં ગણતો નથી. ૩૮૦