________________
सिरिं हिओएसमीला .
गुणपरिमलपारिहीणी, कुसुमै व नरो जणं न रंजेई । जणरंजणाविहीणें न, हुंति कमलाउ विउलाओ ॥३६५।। कमला-विलासरहिओ, पए पए पाउणेइ अवमाणं । अवमाणपयं पत्तो, पुरिसक्कारं परिचयइ ॥३६६॥ परिचत्त-पुरिसयारो, विहुणिज्जइ आवयाहिं विविहाहिं । आवइ-पडिओ सोयइ, सोएण य होइ सुन्नमणो ॥३६७॥ सुन्नमणो वियलत्तं, पाउणइ कमेण लहइ निहणंपि । अत्तुक्करिसाओ वि हु, ता को अन्नो वि इह सत्तु ॥३६८॥ केणावि अकयपुव्वं, असुयमदिटुं अचिंतणिज्जं च । जइ किंपि कीरइ जए, अत्तुक्क रिसो वि ता होउ ॥३६९॥ अमयमयकंततणुणो, आणंदियसयलजीवलोगस्स । चंदस्स जइ कलंको, अवणिज्जइ होउ ता गब्बो ॥३७०॥ ગુણરૂપી સુગન્ધથી રહિત માણસ સુગન્ધ વગરના ફુલની માફક લે કોને ખુશ કરી શકતો નથી. અને લોકોને ખુશ નહીં કરનારા માણસને વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. ૩૬૫ - લક્ષ્મીના વિલાસ વગરનો માનવ ડગલે ને પગલે અપમાનને પામે છે, અને અપમાનના સ્થાન પામેલો માણસ અર્થકામાદિના પુરૂષાર્થનો ત્યાગ કરે છે, પુરૂષાર્થનો ત્યાગ કરનાર પુરૂષ વિવિધ પ્રકારની આપત્તિઓથી ઘેરાઈ જાય છે, આપત્તિમાં પડેલો શેક કરે છે અને શોકવડે શુન્યમનસ્ક બની જાય છે. શુન્ય મનસ્ક બનેલો વિકલપણાને (મૂર્શિત પણાને) પામે છે, અને ક્રમે કરીને મરણને શરણ થાય છે. માટે આ જગતમાં આંમત્કર્ષ સિવાય બીજે ક્યા દુમન છે ? ૩૬૬ થી ૩૬૮ - જગતમાં કેઈએ એવું કાર્ય પૂર્વકાળમાં કર્યું ન હોય, જોયું ન હેય સાંભળ્યું ન હોય, અને ચિંતવ્યું પણ ન હોય તેવું કાર્ય કરી આવે તો એ માનવ ભલે ગર્વ કરે. ૩૬૯
અમૃતમય તથા મનોહર મંડલવાળા અને સકલ જીવ લેકને આનંદ આપનારા ચંદ્રના કલંકને જે કઈ દૂર કરે તે ભલે ગર્વ કરે. ૩૭૦