________________
|પ્રસ્તાવના |
*
(૧૦) - હવે ર-અપૂર્વકરણ- જે અવ્યવસાયના યોગે પહેલાં નહિ કરેલાં એવા- ૧ સ્થિતિઘાત, ૨ રસધાત, ૩ ગુણશ્રેણી, ૪ અભિનવસ્થિતિબંધઆ ચાર પદાથે થઈ શકે- તેવા નવીન અધ્યવસાયનું નામ અપૂર્વકરણ છે. જીવને પિતાના દુષ્કર્મથી ઉત્પન્ન થયેલ કઠેર અને મજબુત, તેમજ લાંબા કાળની ઉગેલ ગુપ્તવાંસની ગાંઠ જેવી દુબે કરી ભેદી શકાય એવી અને પૂર્વે નહિ ભેદાએલ રાગદેષના પરિણામ રૂ૫ ગ્રંથિ છે. આ પ્રન્થિને ભેદ કરે તે અપૂર્વકરણનું ફલ છે. હવે ગ્રન્થિ ભેદવા માટે આ પ્રકરણમાં પ્રવેશ કરવાની સાથે પ્રથમસમયથી માંડી સ્થિતિધાતાદિ ચાર ક્રિયાઓ કરે છે.
૧. સ્થિતિવાત- સીધી લાઈન રૂપ સત્તામાં રહેલિ અંત:કોડાકડિસાગરેપમ પ્રમાણ સ્થિતિ સંબંધિ ઉપરના ભાગમાંથી વધારેમાં વધારે સેકડે સાગરોપમ પ્રમાણ અને ઓછામાંઓછા પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ સ્થિતિખંડને ઉપર છે. એટલે તે ભાગમાં રહેલા કહેલ પ્રમાણ સ્થિતિવાલા કર્મદલિને ત્યાંથી ઉઠાવે છે. અને તેઓને નીચેની પ્રથમ સ્થિતિ જેમાં રહેલા દલિકો અનુભવાતા નથી, તે સ્થિતિમાં ગોઠવે છે. આ ક્રિયા અન્તર્મુહૂર્તમાં પૂરી થાય છે. તે વાર પછી પ્રથમ સ્થિતિ ખંડની અનંતર રહેલાજધા -કૃ સ્થિતિખંડને અંતમાં ઉશ્કેરે છે અને પૂર્વની માફક દલિક પ્રક્ષેપ કરે છે. એ પ્રમાણે અપના કાલમાં હજારો સ્થિતિખંડના દલિકા ઉઠાવી નીચેની સ્થિતિમાં દાખલ કરે છે, તેમ કરતા અપને પ્રથમ સમયની સ્થિતિમાંથી સંખ્યય ગુણહીન સ્થિતિ થાય છે. એટલે તેટલા પ્રમાણ સ્થિતિવાલા દલિ તે ભાગમાંથી ખાલી થાય છે.
૨ રસધાત- અશુભ પ્રકૃતિયોને સત્તામાં રહેલ રસાણના અનંતભાગ કરી તેમના એક ભાગ શિવાય બાકીને રસાણને અંતકાલમાં નાશ કરે તેવારપછી પહેલા ત્યાગ કરેલ અનંતમા ભાગના અનંત ભાગો, કલ્પી એકભાગ શિવાયના શેષભાગના રસાને અંતમુહુત કાલમાં નાશ કરે. એપ્રમાણે- વિક્ષિત સ્થિતિઘાતના કાલમાં હજારે રસધાત થાય છે, અને હજારો સ્થિતિધાતે અપૂવ કરણમાં થાય છે.
૩ ગુણશ્રેણિ- ઉપરની સ્થિતિમાંથી ઉઠાવેલ દલિને પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયમાં અસંખ્યયગુણ વૃદ્ધિએ દાખલ કરવા તે.
૪ અભિનવસ્થિતિબંધ- આકરણમાં શરૂઆતથી જ માંડી દરેક સમયે પહેલાં નહિ કરેલ એ પલ્યોપમના અસંખ્યભાગે હીનસ્થિતિબંધકરે તે