________________
સ્પષ્ટાર્થ : “જગદ્ગુરુ, દયાને ધારણ કરનારી અને સપુરુષોના સકલ મનોવાંછિતને દેનારી એવી બુદ્ધિવડે કરીને મોટા બૃહસ્પતિ સમાન, અભયથી શોભતી એવી વિશિષ્ટ કાન્તિવડે સૂર્યના સરખા પ્રભાવવાળા, કુશલ મુનિઓને તારનારા-અથવા મુનિઓના સ્વામી, રૂડાં સંયમને દેનારા, ભયને નાશ કરનારા, આશ્ચર્યકારી જ્ઞાનાદિ તેજના મહાન્ ઉદયને આપનારા, ભક્તજનને હિતકારી, શત્રુને હિતકારી, અહિતથી બચાવી હિતને આપનારા, અર્થાત્ સકલ જનને હિતકારી, દેવોના પણ દેવ (અર્થાત્ દેવાધિદેવ), દેવો-પંડિતો અને સજ્જનોના મનમાં સુંદર પ્રભાવવાળા, કલાએ કરી સહિત અને કલંકને દૂર કરનારા એવા, અથવા ચન્દ્રસમાન એવા તે અરિહંત શ્રી મહાવીર પ્રભુને કાય-પ્રણિપાતપૂર્વક ભક્તિથી ખરેખર હું સ્તવું છું.” || ૧-૨ ||
પ્રથમ શ્લોકનો બીજો અર્થ : સપુરુષોના સર્વ અભિષ્ટને આપનારી અને દયાને ધારણ કરનારી એવી નિર્મલ પ્રતિભા વડે મોટા બૃહસ્પતિ સમાન, અભયથી શોભતી એવી વિશિષ્ટ કાન્તિ વડે સૂર્યના સદશ પ્રભાવવાળા, ભયનો નાશ કરનારા, એવા ગુરુ મહારાજને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને શ્રી મહાવીરવિભુને સ્તવું છું.” (૧-૨).
श्रीत्रैशलेयोऽवृजिनो जिनो जिनो-, नगाधिराजोऽममतामतामताः । देयादलं वः परमारमारमा-,
૫૭ શ્રી વર્ધમાન બિનસત્તોત્રમ્