________________
તેવા છે. ન્યૂ એટલે પોતાની મેળે જ તથા પ્રકારે ભવ્યત્વ વગેરે સામગ્રીના પરિપાક વડે, બીજાના ઉપદેશ સિવાય જે બોધ પામેલા છે એવા વળી ચતુર્વકત્ર એટલે સમવસરણમાં દેશના આપવાને સમયે જે ચાર મુખવાળા થાય છે. એવી રીતે જે વિધિ, બહ્મા, લોકેશ, શંભુ, સ્વયંભૂ અને ચતુર્વકત્ર ઈત્યાદિ નામોનું જે વિધાન તેના કરવાવાળા છે, વળી જે ધ્રુવ એટલે નિશ્ચલ એવા જગત્ સર્ગના હેતુરૂપ છે, જગત્સર્ગ એટલે જગતના ભવ્ય પ્રાણીઓને સંસાર માર્ગથી મોક્ષ માર્ગ આપવામાં પુણાલંબન હોવાથી હેતુરૂપ છે. એવા પરાત્મા જે જિનેંદ્ર તે જ એક મારી ગતિ હો. ૭
न शूलं न चापं न चक्रादि हस्ते, न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ ८ ॥
ભાવાર્થ - જેના હાથમાં ત્રિશૂલ, ધનુષ્ય અને ચક્રાદિ આયુધો નથી. જેને હાસ્ય, નૃત્ય અને ગીતાદિનું કરવાપણું નથી અને જેના નેત્રમાં, ગાત્રમાં અને મુખમાં વિકાર નથી, તે પરાત્મા જિનેંદ્ર એક જ મારી ગતિ થાઓ. ૮ ____टीका: - नेति यस्य शूलं त्रिशूलं न, चापं शाईधनुर्न । चक्रं सुदर्शनाख्यं न, आदिशब्दात् पिनाकडमरुकमण्डलुप्रभृतिः यस्य हस्ते नास्ति स जिनेन्द्रः, - यस्य
-
~|| વંશ સ્તોત્ર
| ૨૦